ખૂન કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા ત્રણ આરોપી પકડાયા
ખૂન કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા ત્રણ આરોપી પકડાયા
Jainshilp Samachar - Surat
સુરત શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરેલી કાર્યવાહીમાં 1994, 2008 અને 2010થી આજ દિન સુધી વોન્ટેડ રહેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. 1994માં બોમ્બે માર્કેટ વસાહતમાં નજીવી બાબતમાં બંશી પ્રધાનનું ખૂન કરીને નાસતા ફરતા 42 વર્ષીય આરોપી પ્રકાશ ઉદય મેહના મૂળ બેલઝરી, પોસ્ટ મર્દમેખ ઓરિસ્સા ઝડપાઈ ગયો છે. આ આરોપી છેલ્લા 27 વર્ષથી વોન્ટેડ હતો. વરાછા પોલીસને તેનો કબજો સોંપ્યો છે. 2008માં સચીન જીઆઈડીસીમાં બનેલી ઘટનામાં પીધેલી હાલતમાં લોખંડનો સળીયો લઈને ઝઘડો કરવા આવેલા અજાણ્યાને સળીયો મારી દેતા તેનું મોત થયું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી રંજય ઉર્ફે રંજન જે મૂળ ઓરિસ્સાનો છે. તેને પકડી પાડી સચીન પોલીસને સોંપ્યો છે જે 13 વર્ષથી ફરાર હતો. જ્યારે 11 વર્ષથી નાસતા ફરતા બાનાબંર ઉર્ફે બાના મૂળ ઓરિસ્સાનાને પકડી પાડી ખટોદરા પોલીસને સોંપી દીધો છે.