ચારે તરફ પાણીમાં નાગેશ્વરના ખોડિયાર મંદિરમાં છત પર 4 સ્ત્રી અને 2 પુરુષ ફસાયા, વિડિયો વાયરલ

(જૈનશિલ્પ સમાચાર) ચારે તરફ પાણીમાં નાગેશ્વરના ખોડિયાર મંદિરમાં છત પર 4 સ્ત્રી અને 2 પુરુષ ફસાયા હોવાની સૂત્રો મારફતે જાણકારી મળે છે. વાયરલ થયેલા આ વિડિયોમાં એક સાધુ જેવો જણાતો યુવક હેલ્પ માટે કરી રહ્યો છે, તે કહે છે કે અમો છ જણાં જેમાં 4 મહિલાઓ અને અમો બે પુરુષો ચારે તરફ ભયજનક રીતે વહેતા પાણીમાં ફસાયા છીએ. અમોને સરકાર અથવા કોઈ સંસ્થા કે અન્ય કોઈ દ્વારા મદદ મળે તો અમારો જીવ બચી શકે તેમ છે. ચારે તરફ જોશમાં પાણી વહી રહ્યું છે અને આ લોકો આજીજી કરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. અમારી વેબસાઈટમાં આ સમાચાર એટલા માટે લેવાયા છે જેનાથી કોઈનો જીવ બચી શકે. તો વધુમાં વધુ આ વિડિયો વાયરલ થાય અને આ લોકોને મદદ મળી શકે તેવો અમારો શુભ હેતુ છે.