પાંડેસરા રેપ પ્રકરણના આરોપી સામે  ચાર્જચીટ કાર્યવાહી 

jainshilpsamachar

જૈનશિલ્પ સમાચાર-સુરત

પાંડેસરા-વડોદ ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું દિવાળીની રાતે અપહરણ બાદ દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર આરોપી સામે ગઈકાલે માત્ર સાત જ દિવસમાં સુરત પોલીસે ચાર્જશીટ રજુ કર્યા બાદ આજે સરકાર  પક્ષે 43 દસ્તાવેજી પુરાવા તથા સાક્ષીનું લીસ્ટ કોર્ટમાં રજુ કરી  ચાર્જફ્રેમની કાર્યવાહી પુરી કરી હતી. જેથી પોક્સો કેસોની ખાસ અદાલત સમક્ષ આ કેસની કાર્યવાહીનો બુધવાર એટલે આજથી 22 સાક્ષીઓની જુબાની સાથે પ્રારંભ કરવા નિર્દેશ આપ્યો છે.

ગઈ તા.4 થી નવેમ્બરના રોજ દિવાળીની રાતે  પાંડેસરા વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું બદકામના ઈરાદ મૂળ બિહારના જહાનાબાદના વતની આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવએ અપહરણ કરીને જીઆઈડીસીની ડાઈંગ મીલની ઝાડીમાં લઈ દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. પોલીસે તા.8 નવેમ્બરે તેની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જેલભેગો કર્યો હતો.ત્યારબાદ પોલીસે રેકોર્ડબ્રેક 7 દિવસમાં 68 પંચ સાક્ષીઓ સહિત 246 પાનાની ચાર્જશીટ ગઈકાલે કોર્ટમાં રજુ કરી દીધી હતી. જેના પગલે આજે સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આજે 43 દસ્તાવેજી પુરાવા તથા 68 સાક્ષીઓનું લીસ્ટ કોર્ટને સુપરત કર્યું હતુ. અને સ્પીડી ટ્રાયલ ચલાવવા નેમ સાથે આજે જ આરોપી વિરુધ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી હતી. જેથી કોર્ટે આ કેસની કાર્યવાહી તા.17 નવેમ્બરથી પ્રારંભ કરવાનો નિર્દેશ આપતાં સરકારપક્ષે કુલ 22 જેટલા પંચ સાક્ષીઓની જુબાની લેવાની તૈયારી દર્શાવતા કોર્ટે પંચ સાક્ષીઓને સાક્ષી સમન્સ ઈસ્યુ કરવા નિર્દેશ આપ્યો હતો