ટ્રેનમાં ચઢી લૂંટ કરનારો ઝડપાયો
jainshilp samachar
ઉધના સ્ટેશન પર જ્યારે તાપ્તી ગંગા ટ્રેન ધીમી પડે ત્યારે ટ્રેનમાં ચઢી મુસાફરો સાથે મારકૂટ કરી લૂંટ કરનારા ચાર જણાની લૂંટારૂ ટોળકીમાંથી એકને ક્રાઇમ બ્રાંચે ઝડપી રેલવે પોલીસને હવાલે કર્યો છે. ઝડપાયેલો લૂંટારૂ રીઢો અને 8થી વધુ ગુનામાં સામેલ છે. સુરત ક્રાઇમ બ્રાંચે બાતમી પ્રમાણે રીઢા ગુનેગારને ઉધના મેઇન રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી નાસીરખાન ઉર્ફે પંપ ઇકબાલખાન પઠાણને ઝડપી લૂંટના ત્રણ મોબાઇલ કિંમત રૂ. 30 હજારના કબજે લીધા છે.