પંજાબમાં વિપશ્યના પ્રશિક્ષણ શિબિર સંપન્ન

Buddhaynamah

પંજાબમાં વિપશ્યના પ્રશિક્ષણ શિબિર સંપન્ન

ભંતે કરુણાશીલ રાહુલજીના સાંનિધ્યમાં જિલ્લા નકોદર, પંજાબ મુકામે તારીખ 4થી ડિસેમ્બર, 2022થી 13મી ડિસેમ્બર, 2022 દરમિયાન દસ દિવસીય શ્રામનેર/શ્રામનેરી તથા વિપશ્યના પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દેશના આશરે 9 રાજ્યના બૌદ્ધ ઉપાસકો/ઉપાસિકાઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના "મહા ગુજરાત બૌદ્ધ સંઘ"ના સંસ્થાપક/સંચાલક સિંહલ બોધિધર્મને પણ ભાગ લીધો હતો.   બોધિધર્મન છેલ્લા 4 વર્ષથી બૌદ્ધ ધમ્મને દર વર્ષે પોતાનો 10 દિવસનો સમય પોતાના ધમ્મને આજીવન આપવાનો સંકલ્પ કર્યો છે. આ શિબિરમાં ભાગ લેવા તેઓએ સમગ્ર ગુજરાતમાં વસતા તમામ આંબેડકરવાદી તેમજ બૌદ્ધજનોને આહવાન કર્યું હતું.