પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા અભિનવ વિદ્યા વિહારમાં બાળકોનો સંસ્કાર ઘડતર કાર્યક્રમ યોજાયો

GURU-01

અમદાવાદ ઃ પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા અભિનવ વિદ્યા વિહાર વિસત સર્કલ પાસે સંસ્કાર ઘડતર કાર્યક્રમમાં ગૌરી વ્રતનું મહત્વ, ગુરુ પૂર્ણિમાનું મહત્વની જાણકારી આપવામાં આવી, શરૂઆત ગુરુ વંદનાથી કરવામાં આવી. મણીભાઈ શ્રીમાળી  મિલને માતા-પિતા અને ગુરુનું જીવનમાં મહત્વ સમજાવ્યું. મણીલાલ શ્રીમાળી  મિલને માતા, પિતા અને ગુરુનો મહિમા સમજાવતા કાવ્ય ગાયું. ગંગારામ મકવાણાએ ગુરુનું મહત્વ અને ગૌરી વ્રતની વાત કહી સંભળાવી. ભરત પંચોલીએ ગુરુ પરંપરા શ્રી ક્રિષ્ના અને રામ ભગવાનના જીવનમાં ગુરુ આશ્રમની વાત કહી. એકલવ્યની ગુરુભક્તિ અને ગુરુ દક્ષિણાની વાત કહી, ગુરુનું મહત્વ સમજાવ્યું હતું.