નવસારીમાં કાંશીરામની ૮૯મી જન્મ જયંતિ ઉજવાઈ 

Janmjayanti kanshiram

નવસારી ખાતે નવસારી કૉટન મિલ નજીક કાંશીરામની ૮૯મી જન્મ જયંતિની ઉજવણી બ.સ.પા. નવસારી જીલ્લા યુનિટ દ્વારા  ૧૫/૩/૨૦૨૩ ના રોજ કરવામા આવી હતી. આ પ્રસંગે મીનાબેન વી.રાજપુત મહાસચિવ, બ.સ.પા.ગુજરાત પ્રદેશના અતિથિ વિશેષપદે હાજર રહી માન્યવર  કાંશીરામના જીવન ઉપર વિચાર ગોષ્ટિ કરવામાં આવી હતી.  જેમાં નવસારી અને જલાલપોર વિધાનસભા વિસ્તારના તમામ હોદ્દેદારો તથા અગત્યના કાર્યકરોએ ભાગ લીધો હતો. આ અંગેની જાણકારી જૈનશીલ્પ સમાચાર ચેનલને રમેશભાઈ એલ.પટેલ પ્રમુખ બ.સ.પા.નવસારી જીલ્લા યુનિટ તેમજ ગોવિંદભાઈ એચ.વેલારી પ્રભારી બ.સ.પા.નવસારી જીલ્લા યુનિટ તરફથી આપવામાં આવી હતી.