હિંમત ન હારવી - સંત રાજીન્દર સિંહજી મહારાજ -સાવન કૃપાલ રૂહાની મિશન

Mission krupalshingh

હિંમત ન હારવી - સંત રાજીન્દર સિંહજી મહારાજ -સાવન કૃપાલ રૂહાની મિશન

એક સફળ મનુષ્ય જિંદગીનું રહસ્ય શું છે? એક સફળ મનુષ્યની જિંદગીથી ખબર પડે છે કે તેઓ પોતાની અસફળતાથી ગભરાતા નથી પરંતુ વધારે મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એક ઉદાહરણ ના રૂપમાં જેમ થોમસ એડિસન વીજળીનો બલ્બ બનાવ્યો તેના દ્વારા અંધારામાં પણ પ્રકાશ થાય છે અને દુનિયા દિવસ રાત ચાલ્યા કરે છે. બલ્બની અંદર એક ફિલામેન્ટ (બારીક તાર ) હોય છે  જે વીજળીથી ગરમ થઈને પ્રકાશ આપે છે.

                જ્યારે થોમસ એડિસન ફિલામેન્ટ વિકસિત કરવામાં લાગેલા હતા અને જ્યારે આ ફિલામેન્ટ તૈયાર થતો ન હતો ત્યારે તેઓ તેને ઘરની બારીમાંથી નીચે ફેંકી દેતા હતા. આવી રીતે 13 મહિના તેઓ લાગ્યા રહ્યા. તેમણે એટલા ફિલામેન્ટ બહાર ફેંક્યા હતા કે તે ફિલામેન્ટ નો ઢગલો બીજા માળ સુધી પહોંચવા આવ્યો હતો. પરંતુ તેઓએ ત્યારે પણ હિંમત નહોતી હારી. આખરે તેમણે ફિલામેન્ટ વિકસિત કરી જ લીધી. બહુ જ ઉદાહરણો આપણે સાંભળ્યા અને વાંચ્યા હશે કે મુસીબત સામે હોવા છતાં મનુષ્ય એ મહેનત કરી. તેમની હિંમત ન હારી અને પોતાની મંઝિલ સુધી પહોંચી ગયા. ઠીક એવી જ રીતે આપણી અંદર પણ જીવનના ધ્યેય સુધી પહોંચવાની એવી જ તડપ હોવી જોઈએ.
                આપણા જીવનનું ધ્યેય શું છે? આપણા જીવનનું લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ છે. આજ ઉદ્દેશ્યને લઈને આપણે આ દુનિયામાં આવ્યા છીએ. એક બાળક જ્યારે દુઃખી થાય છે ત્યારે પિતા તેને દુઃખી જોઈ શકતા નથી. તે તેની મદદ કરવા પોતે જ આવી જાય છે. ઠીક એવી જ રીતે આપણી આત્મા પ્રભુ નો અંશ છે તેને લેવા માટે પ્રભુ પોતે જ પૂર્ણ ગુરુના શારીરિક રૂપમાં આવે છે.
                કોઈ પૂર્ણ ગુરુનું મળવું, પરમાત્માનું મળવું છે કેમ કે ગુરુ આપણને "નામ" નું અમૃત પીવડાવે છે. અને આપણા અજ્ઞાનને દૂર કરે છે. મન, માયા, ઇન્દ્રિયો, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આપણા દુશ્મન છે. જ્યારે આપણે ગુરુ ના નામ સાથે જોડાઈએ છીએ ત્યારે આ બધા દૂર થઈ જાય છે. અને આપણને સદાયનું  નું સુખ મળી જાય છે. નામથી જોડાવા માટે તે જરૂરી છે કે આપણે પિતા પરમેશ્વર ને ઊંડા દિલથી બોલાવીએ.
                પ્રભુ આપણા અંતરમાં છે આપણે એમને ઊંડા દિલથી યાદ કરવાનું છે અને હિંમત હારવાની નથી ત્યારે જ આ પુકાર સાંભળવામાં આવશે. પ્રભુ પાસે પહેલા કીડીની પુકાર  સંભળાય છે અને હાથીની ગર્જના પછી, ભલે ગમે એટલી મુસીબતો આપણી સામે હોય આપણા ગુરુ ની અસીમ કૃપા થી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને આપણને સદા સદા નું સુખ મળે છે. જો આપણે આવું કરીએ છીએ તો ત્યારે આપણે એક સફળ મનુષ્યની જેમ પોતાની મંઝિલ મેળવી શકીએ છીએ.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com