આધ્યાત્મિક રીતે સાચી સ્વતંત્રતા કેવી રીતે મેળવવી? -  સંત રાજીન્દર સિંહજી મહારાજ-સાવન કૃપાલ રૂહાની મિશન                

RAJINDARSINHJI

આધ્યાત્મિક રીતે સાચી સ્વતંત્રતા કેવી રીતે મેળવવી? -  સંત રાજીન્દર સિંહજી મહારાજ-સાવન કૃપાલ રૂહાની મિશન                

જૈનશિલ્પ સમાચાર

ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. દેશમા આ રજાનો દિવસ હોય છે. આઝાદી આપણી આત્માની મુક્તિ અને સ્વતંત્રતાને પણ દર્શાવે છે.
 
આપણા માંના મોટાભાગના લોકો પોતાના શરીર અને મન માને છે; કેટલાક લોકોને ખ્યાલ છે કે આપણો બીજો ભાગ છે જે, આપણી આત્મા છે? આપણે શરીર અને મન કરતા વધારે છીએ; આપણે આત્માઓ છીએ. જ્યારે આપણી આત્મા, મન અને શરીરના બંધનથી પોતાની સ્વતંત્રતા જાહેર કરે છે, ત્યારે તે આનંદ સાથે જીવે છે. આત્મા આધ્યાત્મિક ક્ષેત્રમાં મુસાફરી કરી શકે છે અને ઍ ઍના પરમાત્મા જોડે મિલાપ કરે છે.

 વૈજ્ઞાનિક અને સંતોના હિસાબે સાચી સ્વતંત્રતા ત્યારે આવે છે જ્યારે આપણે મૌન બેસીએ છીએ, આંખો બંધ કરીએ છીએ, અંદર ધ્યાન કરીશું અને દૈવી અનુભવ કરીશું. આંતરીક પ્રકાશ જોવા અને સંગીત સાંભળવા માટે આંતરીક જાગૃતિ અથવા આંતરિક આંખ ખુલીને આ યાત્રાની શરૂઆત થાય છે.  આપણી આત્મા ધ્યાન અભ્યાસથી યાત્રાનો અનુભવ કરે છે. 

જ્યારે આપણે આપણા લાગતા વળગતા દેશોમાં બાહ્ય સ્વતંત્રતા દિવસો ઉજવીએ છીએ, પછી ભલે તે ભારતમાં 15 ઑગસ્ટ હોય, અથવા જુદા જુદા દેશોમાં જુદી જુદી તારીખે, ચાલો આપણે પણ આપણી આધ્યાત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીએ. આપણે આંતરિક જ્યોતિ અને શ્રુતિ પર ધ્યાન આપીને આ કરી શકીએ છીએ જે આપણા આત્માને ઓળખવા માટે દોરી જશે કે આપણે શારીરિક શરીર અને બુદ્ધિથી વધુ છીએ. આપણે આત્મા છીએ, દૈવીનો એક ભાગ છે, અને આપણો સાચો ભાવ આનંદ અને પ્રેમ છે.