સેવા જ સૌથી મોટો પુરસ્કાર - સંત રાજીન્દર સિંહજી મહારાજ

Rajindarshinhji 13

સેવા જ સૌથી મોટો પુરસ્કાર - સંત રાજીન્દર સિંહજી મહારાજ

આ દુનિયામાં જીવતા મનુષ્ય અનેક પ્રકારના કાર્યો કરે છે. જો જોવામાં આવે તો તેના વધારે પડતા કાર્યો પોતે પોતાના માટે જ કરે છે. પરંતુ મનુષ્ય દ્વારા કરવામાં આવતા સૌથી મહાન કાર્યોમાંથી એક છે બીજાઓની સેવા કરવી. બધા જ સંત મહાપુરુષો કહે છે કે,"આપો આપો અને આપો" પરંતુ આપણે આપણા જીવનમાં જોઈએ છીએ કે મોટાભાગના લોકો આપવાથી ડરે છે કેમ કે તેઓ ચિંતા કરે છે કે બીજાઓને કશું આપીશું તો આપણી પાસેના માંથી ઓછું થઈ જશે. પરંતુ જ્યારે આપણે નિષ્કામ સેવા ભાવથી આપીએ છીએ ત્યારે વગર માંગે જ બહુ જ વધારે આપણને મળે છે અને ક્યારે પણ નુકસાનમાં રહેતા નથી.
 જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે કાં તો આપણને તે પરત મળી જાય છે કે પછી હાલાત બદલાઈ જાય છે અને આપણે એને આપવાની જરૂર પડતી નથી. જ્યારે આપણે બીજાઓ માટે કંઈક ત્યાગ કરીએ છીએ, આપણે પ્રભુના આભાર મંદ પણ હોઈએ છીએ કે આપણે સ્વાર્થી બનવાની જગ્યાએ બીજાઓની મદદ કરવાનો નિર્ણય લીધો.
જો આપણે સ્વાર્થી બનીએ છીએ તો હંમેશા પોતાની જાતને અફસોસ અને પશ્ચાતાપથી ભરેલ અનુભવીએ છીએ અને હંમેશા દુઃખ રહે છે કે આપણે એવું ના કર્યું. જોકે આપવાથી આપણે ક્યારેય અફસોસ કે દુઃખ મહેસુસ કરતા નથી. જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે ન ફક્ત આ સંસારમાં પુરસ્કૃત થઈએ છીએ પરંતુ બીજી દુનિયામાં પણ આનું ફળ પ્રાપ્ત થાય છે. બીજાઓને આપવાથી મળતા આનંદથી વધારે આનંદ કોઈ નથી. તે આપણા દિલને પ્રેમ અને આણંદ થી ભરી દેશે. જે લોકો નિસ્વાર્થ ભાવથી આપે છે તેઓ એ અનુભવ કરે છે કે આપવાથી કંઈ પણ ઓછું થતું નથી પરંતુ તેનાથી વધારે અને વધારે પિતા પરમેશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને તેમનું હૃદય ઈશ્વરીય પ્રેમથી તરબતર થઈ જાય છે. 
સાવન કૃપાલ રૂહાની મિશન ની અધિક જાણકારી માટે કોન્ટેક્ટ કરો:
Number - 9825467110 
Email - skrmzn12@gmail.com