યુવા ઉત્સવ 2021-22 ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધામાં રાજકોટની આકાંક્ષા ગોંડલિયા અવ્વલ

યુવા ઉત્સવ 2021-22 ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધામાં રાજકોટની આકાંક્ષા ગોંડલિયા અવ્વલ

જૈનશિલ્પ સમાચાર 
રાજકોટ

બહુમુખી પ્રતિભા ધરાવતી રાજકોટની આકાંક્ષા ગોંડલિયા દિવસે ને દિવસે પ્રગતિના પંથે આગળ વધી રહી છે. રાજકોટ ખાતેની શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને સાથે સાથે સામાજિક તેમજ લોકો સહિત યુવકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો કરતી રહેતી આકાંક્ષા ગોંડલિયાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. હાલ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત યુવા ઉત્સવ 2021-2022 ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધામાં આકાંક્ષાએ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. રાજકોટ જિલ્લામાં આકાંક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને તેના વાણંદ સમાજ સહિત વિરાણી કન્યા વિદ્યાલય અને રાજકોટનું નામ રોશન કર્યું છે, તેમના પર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.