રાજપીપળા ખાતે પેન્શનર ડે તથા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે

Rajpipla 13122022

રાજપીપળા ખાતે પેન્શનર ડે તથા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે

જૈનશિલ્પ સમાચાર, રિપોર્ટર હરિપ્રસાદ રાવલ

રાજપીપળા વિભાગ પેન્શનર મંડળ, નર્મદા રાજપીપળાની" પેન્શનર્સ ડે "અને વાર્ષિક સ્નેહમિલન 21- 22 સંયુક્ત સમારોહ તારીખ 17 ડિસેમ્બર 2022ના રોજ સવારના 9:30 કલાકે રાજપીપળા નગરપાલિકા લાઇબ્રેરી ઉપરનો હોલ, દરબાર રોડ રાજપીપળા ખાતે યોજવામાં આવશે. જેમાં 90 વર્ષ, 85 વર્ષ, 75 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા સભ્યો તથા લગ્નજીવનમાં 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા હયાત  દંપતીઓનું સન્માન કરવામાં આવશે. પેન્શનર્સ પરિવારના બાળકો કે જેઓ ઉચ્ચ માધ્યમિક તથા કોલેજ કક્ષાએ સારા ગુણ મેળવ્યા હશે તેઓનું પણ પેન્સનર્સ મંડળની ગાઈડ લાઈન મુજબ રોકડ પારિતોષિકથી સન્માન કરાશે. આ માટે નિમંત્રણ પત્રિકામાં જણાવ્યા મુજબના આધાર પુરાવા હસમુખભાઈ પ્રજાપતિને મોબાઈલ નંબર (960 1826 197) તારીખ 14-12-22 સુધી પહોંચાડવાના રહેશે
. આ સમારંભનું પ્રમુખસ્થાન પ્રિ. નટવરસિંહ મહિડા, પ્રમુખ, રાજપીપળા વિભાગ પેન્શનર્સ મંડળ-નર્મદા, મુખ્ય મહેમાન માનનીય અંકિત પન્નુ (આઈએએસ) 
જિલ્લા વિકાસ અધિકારી નર્મદા, મુખ્યઅતિથિ પ્રિ. ડોક્ટર બંસીધર ઉપાધ્યાય, પ્રમુખ અખિલ ગુજરાત યુનિ. અને કોલેજ પેન્શનર સમાજ, અતિથિ વિશેષ તરીકે પ્રિ. માધુભાઈ સી. પટેલ સંગઠન મંત્રી અખિલ ગુજરાત યુનિ. અને કોલેજ પેન્શનર સમાજ, સી. જી. રાણા, નિવૃત્ત જિલ્લા તિજોરી અધિકારી, ગોધરા, પ્રો. મણિલાલ જે. પટેલ અખિલ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ પેન્શનર સમાજ અમદાવાદ વગેરે હાજર રહી માર્ગદર્શન અને આશીર્વાદ આપશે.