સાવન કૃપાલ રૂહાની મિશનની વડોદરા શાખા તરફથી ગરમ ઉનની ટોપીઓનું વિતરણ

Ruhani vadodara

Jainshilp Samachar 
સાવન કૃપાલ રુહાની મિશન વડોદરા શાખા દ્વારા ૩૦ જાન્યુઆરી 2023ના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આવેલ સ્લમ વસ્તીમાં લગભગ 100 જેટલા બાળકોને આ કડકડતી ઠંડીમાં ઉનમાંથી બનેલી ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મિશનના સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત લોકોએ સ્લમ વસ્તીમાં જઈને ગરીબ તેમજ અસહાય બાળકોને પોતાના હાથોથી ગરમ ટોપીઓનું વિતરણ કર્યું હતું. જેના કારણે  તેમને આ ઠંડીમાં થોડી રાહત મળી શકે. મિશન દ્વારા ગરીબ તેમજ અસહાય બાળકો માટે કરવામાં આવેલી આ નિષ્કામ સેવા આપણા બધા માટે માનવ સેવાનું એક જીવંત ઉદાહરણ છે.