SGCCI દ્વારા ટેકનિકલ, જીઓ, પ્રોટેકટીવ કલોધીંગ તથા મેડીકલ અને એગ્રો ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારો માટે અવેરનેસ સેમિનાર યોજાયો*

Sgcci1 369

SGCCI દ્વારા ટેકનિકલ, જીઓ, પ્રોટેકટીવ કલોધીંગ તથા મેડીકલ અને એગ્રો ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારો માટે અવેરનેસ સેમિનાર યોજાયો*

સુરતના સિનિયર ડિરેકટર એન્ડ હેડ શ્રી એસ.કે. સિંઘ તથા ડેપ્યુટી ડિરેકટર શ્રી કુંજન કુમાર આનંદ અને આસિસ્ટન્ટ ડિરેકટર શ્રી અશ્વની કુમારે ઉદ્યોગકારોને BIS સંબંધિત માર્ગદર્શન આપ્યું

*ટેક્ષ્ટાઇKલ ઉદ્યોગકારોને ટેક્ષ્ટાઇલની વિવિધ પ્રોડકટ, એન્વાયરમેન્ટ માટેની જરૂરિયાતો અને ટેકનિકલ રિકવાયરમેન્ટ અંગેની જાણકારી આપી બીઆઇએસના નિયમોનો આખો ચિતાર રજૂ કરાયો*

*સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ટેકિનકલ, જીઓ, પ્રોટેકટીવ કલોધીંગ તથા મેડીકલ અને એગ્રો ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારો માટે અવેરનેસ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ, સુરત ઓફિસના સિનિયર ડિરેકટર એન્ડ હેડ શ્રી એસ.કે. સિંઘ તથા ડેપ્યુટી ડિરેકટર શ્રી કુંજન કુમાર આનંદ અને આસિસ્ટન્ટ ડિરેકટર શ્રી અશ્વની કુમારે ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારોને BIS સંબંધિત સરકારના ધારાધોરણો અને નિયમો અંગે વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી હવે વિવિધ ક્ષેત્રો જેવા કે ઇન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થકેર, સુરક્ષા અને સલામતિ તેમજ કૃષિમાં મહત્વનું યોગદાન આપી રહી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત ટેક્ષ્ટાઇલ તથા એમએસએમઇનું હબ છે ત્યારે ટેકનિકલ ટેક્ષ્ટાઇલ, જીઓ ટેક્ષ્ટાઇલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ અને એગ્રો ટેક્ષ્ટાઇલનું મેન્યુફેકચરીંગ અહીં થાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટ માટે હાંકલ કરી છે ત્યારે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ BIS સંબંધિત સરકારના ધારાધોરણો અને નિયમોનું પાલન કરીને કવોલિટી પ્રોડકટ બનાવી ગ્લોબલ માર્કેટને કેપ્ચર કરવા માટે એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં આગળ વધવું જોઇએ.

BIS, સુરતના સિનિયર ડિરેકટર એન્ડ હેડ શ્રી એસ.કે. સિંઘે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફરીથી રિવાઇવ કરવા માટેની તક મળી છે. અગાઉ ભારતમાં ખૂબ જ ડમ્પીંગ થતું હતું. હવે બીઆઇએસ અને કવોલિટી કન્ટ્રોલને કારણે મોટા ભાગનું ડમ્પીંગ અટકયું છે અને નિયમોને અનુસરીને ઉત્પાદકો દ્વારા ટેક્ષ્ટાઇલની વિવિધ પ્રોડકટ બનાવવામાં આવી રહી છે. એના માટે સરકાર એમએસએમઇ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. દેશભરમાં હવે બીઆઇએસ ર૦૧૬ એકટ મુજબ કામગીરી થઇ રહી છે. તેમણે ઉદ્યોગકારોને બીઆઇએસની કોર એકટીવિટી વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

બીઆઇએસની ઓફિસ દ્વારા પ્રોડકટ સર્ટિફિકેશન સ્કીમ ચલાવવામાં આવે છે. ૦૯ જેટલી લેબોરેટરી છે, જ્યાં બીઆઇએસ દ્વારા વિવિધ પ્રોડકટના કવોલિટીનું ટેસ્ટીંગ કરવામાં આવે છે. આખા વિશ્વમાં સૌથી હાઇએસ્ટ ર૩૧૧૪ સ્ટાન્ડર્ડ્‌સ છે. ૧ર૮૧ પ્રોડકટ સર્ટિફિકેશન અંતર્ગત છે, જેમાંથી ૬૪૪ પ્રોડકટ અંગે ફરજિયાતપણે સર્ટિફિકેશન લેવાનું છે. ૭૩ પ્રોડકટનું મેન્ડેટરી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. બીઆઇએસ અંતર્ગત અત્યાર સુધી ૪૬૯૦૦ જેટલા લાયસન્સ આપવામાં આવ્યા છે અને એમાં દર મહિને ૮૦૦થી વધુ નવા લાયસન્સ અપાય છે.

ટેક્ષ્ટાઇલ, ઇલેકટ્રીકલ, કન્સ્ટ્રકશન વિગેરે જુદી–જુદી ઇન્ડસ્ટ્રી માટે ૧૭ ડિવિઝન કાઉન્સીલ છે અને કમિટીઓ છે, જેઓ સ્ટાન્ડર્ડ બનાવે છે. બીઆઇએસ અંતર્ગત સેફટી માટે, એન્ટી ડમ્પીંગ માટે તેમજ અનફેર ટ્રેડ પ્રેકિટસને રોકવા માટે કમ્પલ્સરી સર્ટિફિકેશન લાવવામાં આવે છે. વધુમાં તેમણે મેન્યુફેકચરર્સને વિવિધ પ્રોડકટના ઉત્પાદન માટેની જરૂરી રિકવાયરમેન્ટની માહિતી આપી હતી. બીઆઇએસના અધિકારીઓ ફેકટરી તેમજ માર્કેટમાંથી પ્રોડકટ લઇને તેનું ટેસ્ટીંગ કરે છે અને સેમ્પલ ફેઇલ થાય તો લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

ડેપ્યુટી ડિરેકટર શ્રી કુંજન કુમાર આનંદ અને આસિસ્ટન્ટ ડિરેકટર શ્રી અશ્વની કુમારે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સમક્ષ ટેક્ષ્ટાઇલના વિવિધ પ્રોડકટ, ડાયસ્ટફ, ટેક્ષ્ટાઇલ સ્પેશ્યાલિટી, કેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ મશીનરી અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ માટે બીઆઇએસના ધારાધોરણો અને નિયમોનો આખો ચિતાર રજૂ કર્યો હતો. ટેક્ષ્ટાઇલ ડિવિઝન કાઉન્સીલ દ્વારા બનાવવામાં આવેલા મહત્વના સ્ટાન્ડર્ડ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ એન્વાયરમેન્ટ માટેની જરૂરિયાતો અને ટેકનિકલ રિકવાયરમેન્ટ અંગે જાણકારી આપી હતી.

પોલિસી ઘડતર વખતે યોગ્ય નિર્ણય લઇ શકાય તે માટે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ, સુરત ઓફિસના અધિકારીઓએ ઉદ્યોગકારો અને વેપારીઓ પાસેથી બીઆઇએસ સંબંધિત સૂચનો આપવા માટે અનુરોધ કર્યો હતો અને ત્યારબાદ ઉદ્યોગ કારો તરફથી તેઓને વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, ગૃપ ચેરમેન શ્રી અમિષ શાહ, ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સ, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની ટેકનિકલ ટેક્ષ્ટાઇલ કમિટીના ચેરમેન શ્રી પરેશ ઠુમ્મરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની બુલિયન કમિટીના ચેરમેન શ્રી નૈનેષ પચ્ચીગરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બીઆઇએસ, સુરત ઓફિસના અધિકારીઓએ ઉદ્યોગકારો અને વેપારીઓના બીઆઇએસ સંબંધિત વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.