ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા "ગોકુલમ્" નામના લાઈવ વેબિનાર સિરીઝમાં 8 મો વેબીનાર યોજાશે
Vebinar 1
વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ’ સિરીઝનું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે.
તા.29. ઓગસ્ટ . મંગળવારના રોજ સવારે 11:00 કલાકે યોજાનાર "ગોકુલમ્- 8 " વેબીનાર માં ભારતનાં ઇંડિયન બાયો ગેસ એસોસિયેશનના પ્રમુખ ગૌરવ કુમાર કેડિયા માર્ગદર્શન આપશે. જેમાં ગાય આધારિત ઉદ્યોગો કેવી રીતે શરૂ કરી શકાય , આજે વિશ્વભરમાં ગાય આધારિત ઉદ્યોગોમાં ટેકનોલોજી નું શું મહત્વ છે, જેમાં આ ઉદ્યોગો થકી કેટલી કમાણી થઈ શકે, ઇંડિયન બાયો ગેસ એસોસિયેશનનું મિશન અને ભવિષ્યમાં શું આગળ કરી શકીએ તેમ છે તેની ચર્ચા કરશે, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનું ગૌ આધારિત ઉદ્યોગોમાં શું મહત્વ છે.ઉદ્યોગ સાહસિકો ગૌ આધારિત ઉદ્યોગ સાથે કેવી રીતે જોડાઈ શકે વિગેરે બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે.