બિહાર વિકાસ મંડળ તરફથી કામદારની આંખોનું ઓપરેશન કરાવડાવી માનવતાની મહેક ફેલાવી

bihar-vikas-help

સુરત - બિહાર ખાતેના ગોપાલગંજમાં રહેતા અને હાલ સુરતમાં પાવરલુમ્સ કારખાનામાં નોકરી કરી હરેન્દ્ર યાદવ જીવન ગુજારો કરે છે. હરેન્દ્ર યાદવની આંખનો પરદો કારખાનામાં કામ કરતી વેળા ખરાબ થઈ ગયો હતો. જેના કારણે તેણે નોકરી ગુમાવવાનો વખત આવ્યો હતો. આમ 8 મહિનાથી બેરોજગાર થઈ ગયેલા હરેન્દ્ર યાદવની આર્થિક હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી તે પોતાના ઘરનું ભાડું પણ ભરવામાં અસમર્થ થઈ ગયા હતા. આ અંગેની જાણકારી બિહાર વિકાસ મંડળના પ્રમુખ પ્રભુનાથ પ્રસાદ યાદવને મળતાં તેણે પળનો પણ વિલંબ કર્યા વગર હરેન્દ્ર યાદવની મદદે દોડી આવ્યા હતા. હરેન્દ્રને આર્થિક મદદ મળે અને તેમની આંખનું ઓપરેશન થઈ શકે તે માટે પ્રભુનાથ પ્રસાદ યાદવે સામાજિક સંસ્થાની મદદથી 35,000 રૂપિયાથી વધુ રૂપિયા ખર્ચ કરીને હરેન્દ્ર યાદવની આંખનું ઓપરેશન કરાવી સેવાકીય કાર્ય કર્યું છે. આજે હરેન્દ્ર યાદવની આંખની ખામી દૂર કરવા 20,000નો ખર્ચ થવાનો છે. જે ખર્ચ પણ પોતાના શીરે ઉઠાવવા ગરીબોના મસિહા મનાતા પ્રભુનાથ પ્રસાદ યાદવ તૈયાર થયા છે. આ નેક કાર્યમાં સહયોગી થનારામાં બલીરામ યાદવ તથા યદુવંશી એકતા મંડળના રાજેશ યાદવે પણ 20 હજાર રૂપિયાની આર્થિક સહાયતા કરવાનું બિડું ઝડપ્યું છે.