કહાટૂલ ગામમાં આવેલી આનંદ વિદ્યા મંદિરમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો

gate to programme

કહાટૂલ ગામમાં આવેલી આનંદ વિદ્યા મંદિરમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો

જૈનશિલ્પ સમાચાર, સુરત
સુનિલ વારુડે
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કહાટૂલ ગામમાં આવેલી આનંદ વિદ્યા મંદિરમાં વર્ષ 1991માં 10મા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને એક વખત ભેગા કરવા માટે સ્કૂલમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં બધા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમના પરિવારજનો સાથે આમંત્રિત કરાયા હોવાથી ઘણા બધા તે સમયના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ભેગા મળી પોત-પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 32 વર્ષ પહેલા 10માં ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આટલા વરસો વિતી ગયા બાદ ફરીથી તે જ સ્કૂલમાં મળતાં અલગ જ માહોલ સર્જાયો હતો. ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં તે સમયના શિક્ષકોને ખાસ આમંત્રિત કરાયા હતા અને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત બધા પરિવારજનોએ સુરૂચિ ભોજનનો લાભ ઉઠાવ્યો હતો અને જૂની યાદો તાજી કરી હતી.