મલેકપુર ખાતે ગણેશ પૂજન તથા આઠમનું ધરો પૂજન કરાયું
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર
હરિપ્રસાદ રાવલ દ્વારા
ભાદરવા સુદ સાતમ લલીતા સપ્તમી ધરો આઠમ મહાલક્ષ્મી વ્રત પ્રારંભ વિંછુડોના શુભ દિને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત હનુમાનજી મહારાજની મૂર્તિની તથા મલેકપુર ગામમાં તાજેતરમાં બિરાજમાન થયેલા સ્વામિનારાયણ ભગવાનની તથા મલેકપુર ગાયત્રી મંદિરની તથા મલેકપુર ચામુંડા માતા મંદિરની તથા મલેકપુર રામાપીર મંદિરની તથા મલેકપુર ગામ છેડા માતા મંદિરની વગેરે મંદિરોના સાંનિધ્યમાં તથા મલેકપુર સ્વામિનારાયણ ભગવાનના મંદિરની સામે આવેલા અમિતભાઈ એચ. રાવલના નિવાસસ્થાને પૂજ્ય જગદીશ પંડ્યા મહારાજના હસ્તે મલેકપુર ગામના સામાજિક કાર્યકર અને પત્રકાર હરિપ્રસાદ એન. રાવલના પૌત્ર ચિ. ક્રિશ અમિતભાઈ રાવલે શ્રીજીની આરતી પૂજા તેમજ મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નં 1 ના ઉત્સાહી સભ્ય પુત્રવધૂ મમતા અમિતભાઈ રાવલે આરતી કરી ધરો આઠમની પૂજા કરી હતી. આમ મલેકપુર ગામનું તથા રાવલ પરિવારનું તથા મોડાસા અરવલ્લી ગોળ તપોધન બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું હતું.
મલેકપુરમાં અન્ય સ્થળોએ પણ ગણપતિ ઉત્સવની ઉજવણીના કાર્યક્રમો જોવા મળ્યા હતા. જેમાં મલેકપુરના નરેન્દ્ર એચ. પંડ્યા તથા ભરત કે. પંડ્યા તથા કિશન બી. ભોઇના નિવાસ સ્થાનનો સમાવેશ થાય છે. જેમાં દીપક વી. રાવલ તથા ગુરુ ડી. રાવલ તથા મહર્ષિ એચ. રાવલના સહયોગથી જે તે સ્થળો શ્રીજીની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે મલેકપુરના વતની અને લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લીલાબેન રમેશભાઈ પટેલ તથા દેવેન્દ્ર શિવાભાઈ પટેલ તથા રમેશભાઈ શિવાભાઈ પટેલ તથા ઉમંગ રમેશભાઇ પટેલ તથા ટીના મોહનભાઈ ઠાકર તથા વિકાસભાઈ કે. પંડ્યા તથા અમિતભાઈ એચ. રાવલ વગેરે સેવાભાવી કાર્યકરોએ અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે ભોજનની તથા બેઠક તથા ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા કરી હતી.