સંતરામપુર-કડાણા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

hariprasad-sadharan sabha

સંતરામપુર-કડાણા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

જૈનશિલ્પ સમાચાર, (હરીપ્રસાદ રાવલ દ્વારા)
સંતરામપુર ઃ ગાયત્રી મંદિર સંતરામપુર ખાતે ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન વડોદરા/ગાંધીનગરના નિર્મળસિંહ ડી. રાણાના અધ્યક્ષસ્થાને સંતરામપુર- કડાણા તાલુકાના વિવિધ નિવૃત્ત કર્મચારી મંડળની 2020-2021ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન 16મીને ગુરુવારના રોજ કરાયું હતું. 
સભાની શરુઆત પ્રાર્થનાથી કરી બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. જુદા જુદા હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવો પ્રમુખ અને હાલના પ્રમુખ ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન વડોદરા/ગાંધીનગરના નિર્મળસિંહ ડી. રાણા તથા મહામંત્રી ચંદુલાલ વી. જોષી તથા પૂર્વ પ્રમુખ ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન/ગાંધીનગરના અને પ્રમુખ મહીસાગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના મણીભાઈ જી. સુથાર તથા મહામંત્રી નવિનભાઈ ઠાકર તથા પૂર્વ મંત્રી અને હાલના સલાહકાર લુણાવાડા-ખાનપુર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના તથા જિલ્લા મંત્રી હરિપ્રસાદ એન. રાવલ તથા લુણાવાડા ખાનપુર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના ખજાનચી અને કલ્યાણનિધી મંડળના મંત્રી કેશુભાઈ કે. પંચાલ સહિત અન્ય મંચસ્થ મહાનુભાવોએ ભેટ અર્પણ કરી સ્વાગત ગીત રજૂ કરતી બાળાઓને પ્રોત્સાહિત કરી સન્માન કર્યું હતું. સ્વાગત પ્રવચન સંતરામપુર-કડાણા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ વિનયચંન્દ્ર બી. પટેલે કર્યું હતું. તેમણે આજ દિન સુધીની વહીવટી બાબતોની માહિતી આપી હતી ત્યાર બાદ મહીસાગર જિલ્લા નિવૃત્ત કર્મચારી  મંડળના  મહામંત્રી નવિનભાઈ ઠાકર તથા મહિસાગર જિલ્લા નિવ્રુત્ત કર્મચારી મંડળના પ્રમુખ મણીભાઈ જી. સુથાર તથા ગાયત્રી મંદિરના ટ્રસ્ટી તથા મહામંત્રી ચંદુલાલ વી. જોષી તથા સભાના પ્રમુખે પ્રાસંગિક પ્રવચન કરી પેન્શનરોના પ્રશ્નો બાબતે સૂચના તથા માર્ગદર્શન આપ્યું હતું. અધ્યક્ષ નિર્મળસિંહ ડી. રાણાએ પૂરું માર્ગદર્શન આપી દરેકના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને સૌને સંગઠન વધારવા વિનંતિ કરી હતી. સભામાં 2020-2021ના હિસાબો રજૂ કર્યા હતા. 75 વર્ષ પૂર્ણ કરેલા પેન્શનર્સ ભાઈ બહેનોનું જુદા જુદા હોદ્દેદારોએ ફૂલહાર તથા શાલ ઓઢાડી તથા મંચસ્થ મહાનુભાવોનું પણ જુદા જુદા હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડીને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લે સૌએ રાષ્ટ્રગીતનું ગાન કર્યા બાદ ભોજન ગ્રહણ કરી કાર્યક્રમ સંપન્ન થયો હતો.