મહેસાણા જિલ્લા ગ્રાન્ટેડ/નોનગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ ટ્રસ્ટની કારોબારી સમિતિની બેઠક યોજાઈ

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર
પત્રકાર હરીપ્રસાદ રાવલ દ્વારા

શ્રી ચોરાસી કડવા પાટીદાર વિદ્યાસંકુલ ગિલોસણ મુકામે મહેસાણા જિલ્લા ગ્રાન્ટેડ/નોનગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ ટ્રસ્ટની કારોબારી સમિતિની બેઠક આજ રોજ તા. 11મી સપ્ટેમ્બર, 2022ના રોજ રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી કંથરાવી કેળવણી ઉત્તેજક મંડળ અને શ્રી સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણાના સક્રિય કારોબારી સભ્ય અને સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાના ચંદ્રકાન્તભાઈ નાયક નિવૃત્ત સંનિષ્ઠ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.