પીએસઆઇ વિરુદ્ધ પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર

jayanti m. solanki

જૈનશિલ્પ સમાચાર
સુરત
હજીરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ નારાયણ સિંહ ચાવડા વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરાયું છે. કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે હિતેશભાઇને તારીખ 23મી ઓક્ટોબર, 2021ના રોજ હજીરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ નારાયણ સિંહ ચાવડાએ કોઈ કેસ નહીં હોવા છતાંય નિવેદન લેવા માટે પોલીસ સ્ટેશનમાં સવારે 11 કલાકે બોલાવ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. ત્યાર બાદ  કોરા પેપર ઉપર સહી કરાવી છોડી દીધા હતા. હિતેશભાઈએ જણાવ્યું છે કે કેસમાં સંપુર્ણ સહકાર આપ્યો હોવા છતાં પીએસઆઈ નારાયણ સિંહે બીભત્સ ગાળ-ગલોચ કરી અને ત્યાર બાદ ફરી પીએસઆઇએ બીજા દિવસે બોલાવતા હું મારા વકીલ રાજેશ ડી. સોલંકીને લઈને ગયો હતો. પીએસઆઈએ વકીલ સાથે પણ એલફેલ કરી ગેરવર્તન કર્યું હતું. બાદ બે કલાક સુધી તેમને પણ કોઈપણ વાંક વગર અટકાયત કરી હતી. હિતેશભાઈએ જણાવ્યું છે કે અમે કેસ વિશે કશું જાણતા ન હોવા છતાં સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા તે કેટલું યોગ્ય છે? આખરે હિતેશભાઈ પટેલે પોલીસ કમિશનરને રજુઆત કરી હજીરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ  વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.