રમેશભાઇ ઠકકરનો તા.૧, જુનના રોજ જન્મદિન, શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પ યોજાશે

raktdan rameshbhai

રમેશભાઇ ઠકકરનો તા.૧, જુનના રોજ જન્મદિન, શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પ યોજાશે

જૈનશિલ્પ સમાચાર, રાજકોટ
રમેશચંદુ કેશવજી ઠકકરનો જન્મ ૦૧/૦૬/૧૯૪૯ ના રોજ થયેલ હતો તેઓશ્રીનાં પરિવારમાં તેમના અર્ધાંગીની  રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.–ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) તથા નાનો પુત્ર  ગૌરાંગ ઠકકર (મીકેનીકલ એન્જી.) છે.પોતાની યુવાનીમાં  રમેશભાઈએ સફળતાને હાંસલ કરવા,પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી વ્યવસાયને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતારચઢ રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના ૭૬ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે ત્યારે તેમના જન્મદિનની સેવામય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે રમેશભાઈ ઠકકરના પરીવાર તથા મિત્રવર્તુળ દ્નારા થેલેસેમીયા પીડીત બાળકો, દર્દીનારાયણ, દરીદ્રનારાયણના લાભાર્થે તા.૨, જૂન, રવીવારના રોજ સવારે ૮—૩૦ થી બપોરે ૨–૦૦ સુધી શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.   ૬ (છ) વર્ષ થી દર વર્ષે કચ્છથી સ્થળાંતર કરીને આવતી ૨૦૦૦ થી ૩૦૦૦ ગાયોનું પાંચ/છ મહિના માટે ઘાસ/નિરણ તેમજ તેના પરિવારોને અનાજ સહાય. ૨૦૧૩ની સાલમાં તળિયા ઝાટક ન્યારી ડેમમાં દુષ્કાળ વખતે સતત ૨૨ દિવસમાં પાણીના ૭૦ ટેન્કર ઠલવી માછલાઓને નવજીવન આપવામાં નિમીત બનેલ. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે તેઓ વર્તમાનપત્રોનાં માધ્યમથી લોકોને અપીલ કરે છે. વૃક્ષારોપણની પ્રવૃતિમાં તેઓ મોખરે રહયાં છે અને છેલ્લા ૧૨ વર્ષ થી ૧૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં અને સ્કૂલના બાળકો દ્વારા અને ખેડૂતોને ટોકન દરે ફળ અને ફૂટના વૃક્ષો કરાવવામાં નિમીત બનેલ છે. એનીમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વેજીટેરીયન સોસાયટી, ગૌ સેવા, જીવદયા અભિયાન સમિતી વગેરેનાં સંચાલક રહેલ છે. અઢી લાખથી વધુ ચકલીનાં માળા, અને કુંડા વિતરણની અનેક માનવતાં લક્ષી કામમાં તેઓ અગ્રેસર રહયાં છે. રાજકોટ શહેરમાં દર વર્ષે યોજાતા શ્વાન ભંડારામાં તેઓનો અમૂલ્ય સહકાર રહેલો છે. સાથે સાથે દરરોજ ૪૦૦થી વઘુ શ્વાનોને દુધ રોટલા પહોચાડવામાં આવે છે. આજની જરૂરીયાત યુરીયાથી થતાં નુકશાન અને જંતુનાશક દવાઓથી રોગ વધ્યા છે ત્યારે ગૌ આધારીત અને ઓછા ખર્ચે પૌષ્ટીક અને જૈવીક ખેતી (ઓર્ગેનીક) માટે ખેડુતોને માર્ગદર્શન સેમીનારનું આયોજન અને ગોબર અને ગૌમૂત્રથી જમીનનું પણ નવસર્જન થાય છે તે સમજાવવા માટે અને ઘરે ઘરે ગાય બંધાય તે માટે સનીષ્ઠ પ્રયત્ન દ્વારા  ૩૦ થી વધુ ગાયોને ખેડૂતોને આંગણે બાંધવામાં સફળતા મળેલ છે.