અર્ધવિસર્જિત POPની ગણેશજીની 2000થી વધુ પ્રતિમાઓનું દરિયામાં પુનઃવિસર્જન 

jainshilp samachar

સુરત ઃ સાંસ્કૃતિક રક્ષા સમિતિ અને શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા આજરોજ સુરતની ડીંડોલી, ખરવાસા, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POPની બનેલી ગણેશજીની 2000થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક  આશિષ સુર્યવંશીએ જણાવ્યું કે, આ કાર્યમાં ઉધના પાંડેસરા વિસ્તારના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. છેલ્લા 6 વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવીસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની અસંખ્ય POPની પ્રતિમાઓ મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને POPની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપિત કરવા જાગૃતતા અભિયાન ચલાવી રહ્યા છે. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે છે. સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા POPની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારની રજૂઆતો તથા કાર્યક્રમો આપે છે.