વડાપ્રધાન મોદીએ ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે મુલાકાત કરતા રાજીના રેડ થયા
વડાપ્રધાન મોદીએ ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે મુલાકાત કરતા રાજીના રેડ થયા
નવી દિલ્હી - ટોકિયોમાં સમાપ્ત થયેલી પેરાલિમ્પિકમાં શાનદાર દેખાવ કરનારા ભારતીય ખેલાડીઓએ 19 મેડલ્સ મેળવીને સમગ્ર દેશમાં નામ રોશન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આ પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન ઘણા ખેલાડીઓ રાજીના રેડ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, આજ સુધી આવું સન્માન અમારું કોઈએ કર્યું નથી. પીએમ મોદીએ 11 સપ્ટેમ્બરે પોતાની આ મુલાકાત અંગે જાણકારી આપી હતી. એ પછી 12 સપ્ટેમ્બરે પોતાના નિવાસ સ્થાને આ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. મુલાકાત વેળા પીએમ મોદીએ ખેલાડીઓને કહ્યું હતું કે, તમે લોકોએ બહુ મહેનત કરી છે અને 5 દિવસમાં આપણી રમતોને લોકો સુધી પહોંચાડી છે. બીજી તરફ જે ખેલાડીઓ મેડલ નથી મેળવી શક્યા તેમણે પીએમ મોદીને વાયદો કર્યો હતો કે, આવતી વખતે જ્યારે તમને મળીશું ત્યારે મેડલ પણ સાથે હશે. પીએમ મોદીએ ખેલાડીઓને કહ્યું હતું કે, આ વખતે જે ઉણપ રહી ગઈ છે તેને તમારા પર બોજો ના બનવા દેતા. સાથે સાથે તેમણે કહ્યું હતું કે, પેરાલિમ્પિક ખેલાડીઓનુ કોચિંગ બહુ મુશ્કેલ છે. આવા ખેલાડીઓ માટે દેશમાં વર્કશોપ યોજાવા જોઈએ.