મચ્છરોને દૂર કરવા આટલું કરો તો રાહત થઈ શકે

મચ્છરોને દૂર કરવા આટલું કરો તો રાહત થઈ શકે

મચ્છરોને દૂર કરવા અનેક પ્રકારની દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ તમે ઈચ્છો તો બજારમાંથી વસ્તુઓ લાવી પૈસા ખર્ચવાની જગ્યાએ ઘરમાં હાજર અને બિલકુલ કુદરતી વસ્તુઓથી પણ મચ્છરોને દૂર કરી શકાય છે. મચ્છરોનો ઝેરી ડંખ માણસનું જીવન ખતમ કરી શકે છે.  ચોમાસામાં ઉત્પન્ન થતાં મચ્છર ઝીકા વાયરસ, મેલેરિયા, ચિકુનગુનિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓનું કારણ બની શકે છે. મચ્છરોનો ખાતમો બોલાવવા માટે બજારમાં અનેક પ્રકારની વસ્તુઓ મળે છે. પરંતુ તમે ઈચ્છો તો આ તમામ વસ્તુઓ પર પૈસા બગાડવાની જગ્યાએ ઘરમાં હાજર કુદરતી ઉપચારથી મચ્છરોને ભગાડી શકો છો. વોશરૂમ, કિચન અથવા કબાટમાં રાખેલા કપૂરની ગંધ મચ્છરોને ઘરની બહાર મોકલી શકે છે. ઘરની અંદર બારીમાં કે પછી કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ એક નાના વાસણમાં કપૂર રાખી દો. અંદાજિ 30 મિનિટમાં કપૂરની વાસ આખા ઘરમાં ફેલાઈ જાય છે અને ત્યાં મચ્છર નહીં આવે. શાકમાં જમવાનો સ્વાદ વધારનારું લસણ પણ એક કુદરતી સ્પ્રેની જેમ તમારા કામમાં આવી શકે છે. એટલે લસણને પાણીમાં ઉકાળો. પછી આ પીણીને કોઈ બોટલમાં ભરીને સ્પ્રેની જેમ ઘરના ખૂણામાં છાંટો આવું કરવાથી મચ્છર ભાગી જશે. કોઈ પણ વ્યક્તિ ઘરમાં કોફી મળવી મુશ્કેલ નથી. શું તમે જાણો છો કે કોફીનો ઉપયોગ બીમારી ફેલાવનારા આ મચ્છરોથી છૂટકારો અપાવી શકે છે. મચ્છર સામાન્ય રીતે એક જગ્યાએ ભેગાં થઈ ગંદા પાણીમાં ઉછરે છે. આ પાણીમાં જરા પણ કોફી નાખવાથી તમને મચ્છરોથી રાહત મળી જશે. લેવેન્ડર ઓઈલની સુગંધના સામે મચ્છરોનું ટકવું મુશ્કેલ છે. પોતાના ઘરની આસપાસ અથવા ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે લેવેન્ડરના તેલનો સ્પ્રે છાંટો. તમે ઈચ્છો તો આ સુંગંધી તેલને પોતાના હાથ અને પગ પર પણ ક્રીમની જેમ વાપરી શકો છો. ફૂદીનાની સુવાસથી મચ્છરોને દૂર કરી શકાય છે. આ માટે હંમેશા તમારી આસપાસ ફૂદીનાના તેલની એક બોટલ રાખી શકો છો. મચ્છરોથી મુક્તિ મેળવવા માટે તમારા ઘરની બાલ્કનીમાં એક ફૂદીનાનો છોડ ચોક્કસથી ઉગાડો.
નોંધ - આ સાઇટ પર   તબીબી સલાહ, નિદાન અથવા સારવાર માટે તબીબી સલાહ અનુસાર લેવી જરૂરી છે. અહીં છબીઓ અને માહિતી સહિતની તમામ સામગ્રી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે.