મલેકપુર ખાતે હરિદ્વાર પ્રેરિત ગાયત્રી જન સંપર્ક યાત્રા યોજાઈ 

મલેકપુર ખાતે હરિદ્વાર પ્રેરિત ગાયત્રી જન સંપર્ક યાત્રા યોજાઈ 

જૈનશિલ્પ સમાચાર, મલેકપુર - મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર શક્તિ પીઠ, ગાયત્રી મંદિર ખાતે તા. 20મી સપ્ટેમ્બર, 2021ના સોમવારના રોજ શાંતિ કુંજ, હરિદ્વારના, સંતો દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ મળે  તે માટે તેમના પરિવારજનોને આશિર્વાદ આપવા તથા રૂબરૂ જનસંપર્ક યાત્રા અભિયાન કાર્યક્રમ યોજ્યો હતો.દરમિયાન ગાયત્રી યજ્ઞ, શ્રધ્ધાંજલિ, સ્વાગત, યુગ સંગીત, શાંતિ કુંજ, યુગ સંદેશ, સામૂહિક મંત્ર, ભોજન પ્રસાદી સહિત જનસંપર્ક માટે પ્રસ્થાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. 
આમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજથી લોકો સુધી આશિર્વાદ પહોંચાડવાનું ઉમદા ભર્યું કાર્ય પધારેલ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. સંતોએ પોતાની સરળ ભાષામાં ઉપસ્થિત તમામને જ્ઞાન પીરસી સૌ પરિવારજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 
ત્યાર બાદ મલેકપુરના ગાયત્રી પરિવારના સક્રિય સભ્ય સિધ્ધરાજ સિંહ, હડમતસિહ, સિસોદિયા તથા મીનાબા, સિધ્ધરાજ સિંહ સિસોદિયાએ છટાદાર વાણીમાં પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. સદર કાર્યક્રમમાં શાંતિ કુંજ હરિદ્વારથી પધારેલ સંતો, યોગેશ મિશ્રાજી તથા ચિમનભાઈ વસોયા તથા સંતરામપુરના કાર્યકર નાથાભાઇ ડામોર તથા અન્ય ગામના લાલજી ભાઈ ખાંટ તથા જ્યંતિભાઈ પટેલ તથા વડોદરાથી નગરપાલિકાના કોર્પોરેટર જાગૃતિબેન ગાયત્રી પરિવારના સિધ્ધરાજ સિંહ, હડમતસિહ સિસોદિયા તથા મલેકપુરના સામાજિક કાર્યકર અને પત્રકાર હરિપ્રસાદ, નાથાલાલ રાવલ તથા પત્રકાર ચિકાબાપુ તથા મહિલામંડળ, ગાયત્રી પરિવાર, મલેકપુર તથા શક્તિ પીઠ, ગાયત્રી પરિવાર મલેકપુર તથા મલેકપુર ગામના તથા મલેકપુર વિસ્તારના પરિવાર ભાઇ-બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગં.સ્વ. નયનાબેન ભટ્ટે, પુષ્પવર્ષા કરી સૌને વધાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નાનજીભાઈ ભુરાભાઈ ખાટે કર્યું હતું.