એમ.પી.નો એક યુવક શરીર પર પ્લાસ્ટિકની ટેપ લગાવી હથિયારની હેરાફેરી કરતો પકડાયો
અમદાવાદ : શહેરની બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરતા એકને દબોચી લીધો છે. આરોપી પાસેથી 5 દેશી હથીયાર અને ૪૦ જેટલા કારતૂસો પોલીસે જપ્ત કર્યા છે. આરોપી મધ્યપ્રદેશનો હોવાથી હથિયાર લઈને ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતો હતો. ખુબ જ લો પ્રોફાઇલ રહીને ગંતવ્ય સ્થળ પર હથિયારોની ડિલીવરી કરતો હતો. જો કે પોલીસે તેને ઝડપી લેતા મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે, પોલીસે જયારે આરોપીની તપાસ કરી ત્યારે આરોપી પોતાના શરીર ઉપર હથિયારોને પ્લાસ્ટિકની ટેપ લગાવીને છુપાવી રાખ્યા હતા. જેને જોઈને બાવળા પોલીસ દંગ રહી ગઈ હતી. 5 દેશી પિસ્તોલ અને 40 કારતુસ લઈને આરોપી જિતેન્દ્ર કુમાર શોભારામ ભેવર કોને આપવા જતો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપી મૂળ અંબાપુરા મધ્યપ્રદેશનો છે. કરોલીથી અમરદીપ ટ્રાવેલ્સમાં ગોંડલ તરફ જતો હતો. આરોપી જીતેન્દ્રની ઉંમર માત્ર 21 વર્ષની છે, ત્યારે આરોપીની હથિયારને સપ્લાય કરવાની રીત જોઈને દંગ રહી ગઈ છે. પોલીસે આરોપીએ અત્યાર સુધીમાં કેટલા હથિયાર કોને ને ક્યાં વેચાણ કર્યા તથા એમપીથી હથિયારના સોદાગરોએ જે મોતનો સામાન મોકલ્યો તે કોની જિંદગીને ખતમ કરવા માટે મોકલાવ્યો છે તે પણ પોલીસ માટે તપાસનો વિષય છે. આરોપી માત્ર હથિયારને સપ્લાય કરવામાં કેરિયર તરીકે જ ભૂમિકા હોય તેમ લાગી રહ્યું છે. હવે આરોપીના રીમાન્ડ બાદ વધુ ખુલાસા થાય તેવી વકી છે.