મોટી વેડ વિસ્તારમાં એસ.સી., એસ.ટી. વાળાઓ સાથે ઓરમાયું વર્તન શા માટે?

jainshilpsamachar

મોટી વેડ વિસ્તારમાં એસ.સી., એસ.ટી. વાળાઓ સાથે ઓરમાયું વર્તન શા માટે?

જૈનશિલ્પ સમાચાર, સુરત

ચંદ્રકાન્ત કંથારિયા

મોટી વેડ વિસ્તારમાં પછાત વર્ગના કામો શરૂ કરાવવા માટે હાલના રાજ્ય કક્ષાના મંત્રી વિનુભાઈ મોરડિયા દ્વારા ખાત મુહુર્ત તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ કામો તો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ એસ.સી., એસ.ટી. જેવા વિસ્તારોમાં શા માટે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. 
મોટીવેડ વિસ્તારના તમામ સમાજના તમામ ફળિયામાં સીમેન્ટ કોંક્રિટના રોડ તથા પેવર બ્લોક બેસાડી દેવામાં આવ્યા છે જ્યારે  એસ.સી. અને એસ. ટી. સમાજના જ કામો ઈરાદાપૂર્વક અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા નહીં હોવાનું ચંદ્રકાંત  કંથારિયા, નવલ કંથારિયા અને કલ્પેશ નાયકાએ ટેલિફોનિક વાતચીતમાં જૈનશિલ્પ સમાચાર અખબારના પ્રતિનિધિને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં કામો કરવામાં આવ્યા નથી. વિનુભાઈ મોરડિયા અને હાજર કોન્ટ્રાક્ટર દ્વારા અઠવાડિયામાં કામ શરૂ થઈ જ જશે છતાં આજદિન સુધી શરૂ કરાયું નથી. જેના કારણે ભાજપની છબિ પણ ખરડાઈ રહી છે અને તેનો જવાબ આવનારી ચૂંટણીમાં પ્રજા જરૂર આપશે.  આ અંગે વારંવાર ટેન્ડરો પણ મંજૂર થયેલા છે. છતાં હજી પણ આ કામ શરૂ નથી, તો ખરેખર જ ઇરાદાપૂર્વક જ આ કામ અટકાવવામાં આવી રહ્યું છે, તો જેની  તપાસ કરી/ કરાવી યોગ્ય પગલાં ભરવા જરૂરી છે નહીં તો આવનારી ચૂંટણીમાં પ્રજા તેનો જવાબ આપશે.