ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં 25 મંત્રીઓએ લીધા શપથ

ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં 25 મંત્રીઓએ લીધા શપથ

ગુજરાતના નવા મંત્રીમંડળના સભ્યોનો આજે શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીઓએ શપથ લીધા હતાં. જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લીધા છે. જેમાં કેબિનેટ કક્ષાના 10 મંત્રી અને 5 સ્વતંત્ર અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓએ શપથ લીધા. સૌપ્રથમ કેબિનેટ પ્રધાન તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે શપથ લીધા હતાં. આ ઉપરાંત કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા છે. કેબિનેટના 10 મંત્રીની શથપવિધિ બાદ રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, ભ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા છે. 
કેબિનેટ કક્ષાના 10 મંત્રીઓમાં ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી), રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા, જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ, નરેશ પટેલ, ગણદેવી, પ્રદીપ પરમાર, અસારવા, રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય, અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ, ઋષિકેશ પટેલ, વીસનગર, પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ, કનુભાઈ દેસાઈ, પારડી તથા કિરીટસિંહ રાણા, લીંબડીનો સમાવેશ થાય છે. રાજ્યકક્ષાના નવ મંત્રીઓમાં મુકેશ પટેલ, ઓલપાડ, કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર, કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ, નિમિષાબેન સુથાર, મોરવા હડફ, અરવિંદ રૈયાણી, રાજકોટ, વિનુ મોરડિયા, કતારગામ, દેવા માલમ, કેશોદ, ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તથા આર. સી. મકવાણા, મહુવાનો સમાવેશ થાય છે.
રાજ્યકક્ષાના પાંચ મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) જેમાં હર્ષ સંઘવી, મજુરા, બ્રિજેશ મેરજા, મોરબી, મનીષા વકીલ, વડોદરા, જગદીશ પંચાલ, નિકોલ તથા જીતુ ચૌધરી, કપરાડા સામેલ છે.
શપથગ્રહણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.