લિંબાયતના વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારમાં શૌર્ય દિન પર માનવંદના તથા સલામી કાર્યક્રમ સંપન્ન

MANVANDANA-25

જૈનશિલ્પ સમાચાર, સુરત 

લિંબાયત નિલગીરી શાંતિનગર સોસાયટીમાં વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારમાં આજે બુધવારે ભીમા કોરેગાંવમાં શહીદ થયેલા ભીમ સૈનિકોને સલામી તથા માનવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દી સેવા સમિતિના પ્રમુખ તથા વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારના સંસ્થાપક તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (ભીમરાવ આંબેડકર) પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુભાષ પી. ઝાડેએ જણાવ્યું કે 1 જાન્યુઆરી, 1818માં ભીમા કોરેગાંવ મેં 500 મહાર યોદ્ધાઓએ જાનની બાજી લગાવીને 28000 પેશવા સૈનિકોને મોતને ઘાટ ઉતારી જીત મેળવી હતી. જેની ખુશીમાં 1 જાન્યુઆરીના રોજ 207 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં શૌર્ય દિવસ તથા મહા યોદ્ધાઓને સલામી તથા અભિવાદન કાર્યક્રમ આયોજિત કરીને તેમને સલામી આપવામાં આવે છે. આ સંપૂર્ણ કાર્યક્રમ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (ભીમરાવ આંબેડકર)ના રાષ્ટ્રીય મહા સચિવ વિજય મૈસુરિયાના પ્રમુખપણા હેઠળ ઉજવાયો હતો. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (ભીમરાવ આંબેડકર) ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ એડવોકેટ નવીન ચૌહાણ તથા સમાજ અગ્રણી સતિષ ચૌહાણ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત સંગઠન પ્રમુખ દિલીપ શિરસાઠ, સમાજસેવક પ્રભાકર નાગમલ વગેરે ઉપસ્થિત હતા. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (ભીમરાવ આંબેડકર) ના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આશાબેન મંગળે, ગુજરાત પ્રદેશ મહામંત્રી સુનંદા નગરાળે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (ભીમરાવ આંબેડકર) ના તાપી જિલ્લા પ્રમુખ મીનાબેન ઝાડે તથા દુર્ગા જાદવ તથા ઉપાસિકા-ઉપાસક સંઘ અને સમાજના અગ્રણી તથા અન્ય અગ્રણી સહિત સેંકડો લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ સંપૂર્ણ કાર્યક્રમનું સૂત્ર સંચાલન રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા બી.એ.ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ઇંગળેએ કર્યું હતું.