માતોશ્રી સાવિત્રીબાઈ જયોતીરાવ ફુલેની જન્મ જયંતી નિમિતે અભિવાદન, ખીરદાન કાર્યક્રમ
KHIRDAN PROGRAMME

જૈનશિલ્પ સમાચાર, સુરત
પંચશીલ મહિલા મંડળ સુમન મંદિર ઉત્રાણ સુરત ખાતે ભારતના પ્રથમ શિક્ષિકા માતોશ્રી સાવિત્રીબાઈ જયોતીરાવ ફુલેની જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે અભિવાદન, ખીરદાન કાર્યકમ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડીયા સુરત શહેર મહિલા અધ્યક્ષ સંધ્યાબેન સંતોષભાઇ ભગતના અધ્યક્ષપદે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના અગ્રણીઓ દિલીપ કે. સીરસાઠ, સંતોષ ભગત, અનિલ પાનપાટીલ, અંબાલાલ સોનવણે, ધમ્મપાલ આહીરે, શિવાભાઇ આહીરે, ગૌતમ સુરવાડે, રાજુભાઇ સુર્યવંશી, સચિન ઇંગળે, અરુણ બહારે, વિનુભાઇ બાભરીયા, કેશવ મારુ, ઈશ્વર ઇસી તેમજ પંચશીલ મહિલા મંડળ સુમન મંદિર માયાબેન બૈસાણે, રૂપાલી સમાધાન બગાટે, દિપાલી યોગેશ આહીરે, છાયાબેન સોનવણે, નિકળતા સંદીપ લબ્ધ, સોનુબેન રાકેશ નિકુભે, જયોતી મીલીન્દ ઇંગળે, મમતાબેન યોગેન્દ્ર ભારતી, લલિતા પાડુરંગ ભગત તથા અન્ય મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમના દ્વારા પુષ્પહાર અર્પણ કરી માતોશ્રી સાવિત્રીબાઈ ફુલેને અભિવાદન કરી ખીરદાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામાનવ ચેરીટેબલ ટ્રસ્ટના યોગેન્દ્રભાઈ ભારતીએ કર્યુ હતું.