કચ્છ જિલ્લાની નવજીવન પ્રાથમિક શાળા ગાંધીધામ ખાતે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
kaccha shala pravesh

જૈનશિલ્પ સમાચાર, મલેકપુર
(હરીપ્રસાદ રાવલ દ્વારા)
નવજીવન પ્રાથમિક શાળા ગાંધીધામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી તાજેતરમાં તારીખ 28 -6 -2025 ના રોજ કરવામાં આવી હતી. જેમાં અધિકારી તરીકે રખમાબેન ચૌધરી, (સી.ડી.પી.ઓ.ગાંધીધામ) અને લાયઝન તરીકે દિલીપભાઈ આસોડિયા (સી.આર.સી) ગળપાદરના હસ્તે બાલવાટિકા ના ભૂલકાઓને કીટ આપી અને મીઠું મોઢું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરાઈ. ત્યારબાદ બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી. આવેલ અધિકારીશ્રી અને મહેમાનોનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું .આ પ્રસંગે એસ.એમ.સી .અધ્યક્ષ સોનીબેન કોચરા તેમજ એસ.એમ.સી સભ્યો તમામ અને પૂનમ સોસાયટીમાંથી સામાજિક અગ્રણીઓ જયશ્રીબેન, આતુભાઇ, રાયશીભાઇ, હિરેનભાઈ નિતેશભાઇ, શ્યામભાઇ, પ્રેમભાઈ તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું તમામ આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે શાળા સ્ટાફ, આચાર્ય શ્રી રોહિતભાઈ ચૌધરી ,લાલજીભાઈ સોલંકી, હેમંતભાઈ જોશી , મીનાક્ષીબેન મેઘાણી ,વિધીબેન પટેલ શિલ્પાબેન પટેલ ,જીજ્ઞાબેન સાધુ હાજર રહ્યા હતા .બાળકોના પ્રવેશ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમ જ અધિકારી શ્રી દ્વારા એસ.એમ.સી .સભ્યો તમામ આગેવાનો અને શાળા સ્ટાફ સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂરી સૂચનો આપી આ કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો.