મલેકપુર સબ પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા વાઘેલા

jainshilp samachar

મલેકપુર ઃ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામની સબ પોસ્ટ ઓફિસની મુલાકાત તા-19-03-22ને શનિવારના રોજ વાઘેલાએ લીધી હતી. નવા વરાયેલા ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ લુણાવાડા મહીસાગરના દિલીપભાઇ વાઘેલા લીધી હતી. 
દરમિયાન પરંપરાગત રીતે પોસ્ટ ખાતાના તથા અન્ય ખાતાના પદાધિકારીઓનું હંમેશા સન્માન કરતા એવા મલેકપુરના સામાજિક કાર્યકર અને પત્રકાર હરિપ્રસાદ એન. રાવલે ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટના વાઘેલા તથા પંકજભાઇ પટેલ તથા મલેકપુર સબ પોસ્ટ ઓફિસના બાહોશ અને નીડર વહીવટી કુશળ એવા સબ પોસ્ટ માસ્તર બાભણિયા વગેરેનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. મલેકપુર સબ પોસ્ટ ઓફિસ માટે ખાતાકીય બિલ્ડિંગ માટે જમીન વ્યવસ્થા થાય તે માટે સરપંચ તથા વોર્ડ સભ્યોની મુલાકાત પણ લીધી હતી.