ધી ગુજરાત પેન્શનર્સ એસોસિએશનની બેઠક સચિવાલય સહકારી ઉપાહાર ગૃહ (કેન્ટીન) ખાતે યોજાઈ
meeting in sachivalaya
જૈનશિલ્પ સમાચાર, સુરત
(પત્રકાર હરિપ્રસાદ રાવલ દ્વારા)
ધી ગુજરાત પેન્શનસૅ એસોસિએશનની મિટીગ તા 20-12-2025 ના રોજ બળવંતરાય ભવન જુના સચિવાલય સહકારી ઉપાગૃહ ખાતે એસોસિએશનના પ્રમુખ કેશરીસિહ બિહોલાના અધ્યક્ષપદે મળી જેમા ગુજરાત રાજયના તમામ કેડરના નિવૃત કમૅચારી સંગઠનોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા
સદરહુ બેઠકના પ્રારંભ એસોસિએશના મહામંત્રી એ પેન્શનરોના પડતર પ્રશ્નો જેવાકે 30 જુન ઈજાફા અંગે સરકાર દવારા મનસ્વી રીતે સુપ્રિમકોટૅના ચુકાદાનુ અથૅધટન કરી 30 જુને નિવૃત થયેલ કમૅચારીઓને એરિયસૅ ચુકવવા ત્રણ તબકામા વહેચી અન્યાય કરવામા આવ્યોછે જે ચચૉ દરમયાન ઉપસ્થિત રાજયના સંગઠનોમા વ્યાપક રોષ જોવા મળયો અને સરકારમા પુનઃવિચારણા અથૅ રજુઆત કરવી તેવુ નકકી થયુ
(2) 10-20-30 ઉચ્ચતર પગાર ધોરણમા મળવાપાત્ર નિવૃત કમૅચારીઓને લાભે મળે આ પ્રશ્ને ચચૉ કરવામા આવી
(3) રાજયના નિવૃત કમૅચારી પેનશનર તથા કુટુબ પેન્શનર બંન્નેની ગેર હયાતીમા તેઓનુ પેન્શન તેઓ પર આશ્રિત અપરણીત ત્યકતા વિધવા પુત્રીઓને કેન્દૃ સરકારની જેમ કુટુબ પેન્શન મળે જે પ્રશ્ને ચચૉઓ કરી
(4) ભારત સરકાર દવારા લોકસભામા નાણાકીય અધિનિયમ બીલ એકટ 2025 રજુ કરેલછે જેમા પેન્શન સુધારા માટે અફવાઓ અંગે ચચૉઓ થ ઈ અને આવનાર પરિસ્થિતીનો સામનો કરવા જાગૃત અને સંગઠિત તૈયાર રહેવા જણાવ્યુ
આમ ઉકત પ્રશ્નોની ચચૉઓ કરવામા આવી
બેઠકના અધ્યક્ષસ્થાનેથી એસોસિએશનના પ્રમુખ કેશરીસિહ બિહોલાએ ગુજરાત રાજયના નિવૃત કમૅચારીઓના મંડળો અને સંગઠનો અલગ અલગ ચાલેછે જેને એકત્રિત કરી રાજયવ્યાપી વિશાળ સંગઠન બનાવી એક પલેટફોમૅ પર લાવવા ઉપસ્થિત સંગઠનના પ્રતિનિધીઓને આહવા કરી બધાએ સહયોગ આપી અભિયાન ચલાવવા અપીલ કરી અને ગાધીનઞર ખાતે સાડા પાચ લાખ કમૅચારીઓનુ વિશાળ સંમેલન યોજી સરકારને સંગઠન શકિતનો પરચો આપવા વિચાર વ્યકત કરવામા આવ્યો જે ઉપસ્થિત પ્રતિનિધીઓએ સ્વીકારી તાલીઓના ગડગડાત સાથે વધાવી લીધો
પ્રસ્તુત બેઠકમા એસોસિએનના પ્રમુખ કેશરીસિહ બિહોલા સચિવાલય સ્ટાફ એસોસિએશનના પુવૅ પ્રમુખ મનુભાઈ મહેતા ગુજરાત કમૅચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ ગાધીનઞર જીલ્લા નિવૃત શિક્ષક સંધના પ્રમુખ રતનસિહ વાધેલા માણસા નિવૃત સંગઠના પ્રમુખ અમરતભાઈ પટેલ તથા તેમના પ્રતિનિધીઓ પોલીસ ડીપાટૅમેન્ટ નિવૃત એસોસિએશના પ્રતિનિધી અમૃતભાઈ પ્રજાપતિ ધનશાયમસિહ ગોલ એસોસિએશનના મહામંત્રી નંદુભાઈ પટેલ પ્રદિપસિહ બિહોલા પી જે પરમાર યુસુફખાન પઠાન મહેશકુમાર જાની અજીતદાન ગઢવી જશવંતસિહ રાઠોડ મહામંડળ કન્વીનર ઞિરીશભાઈ રાવલ પેન્શનર ફેડરેશનના પ્રતિનિધી જયરામભાઈ સોની વગેરે રાજયના નિવૃત કમૅચારીઓના જીલ્લા તાલુકાના પ્રતિનિધીઓ વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહયા હતા બેઠકનુ સફળ સંચાલન એસોસિએશનના ઉપપ્રમુખ અમરતભાઈ પ્રજાપતિએ સુદર કરવામા આવ્યુ હતુ.


