મલેકપુર હનુમાનજી મંદિર ખાતે   હનુમાન જયંતિ ઉજવાઈ

jainshilp samachar

મલેકપુર હનુમાનજી મંદિર ખાતે   હનુમાન જયંતિ ઉજવાઈ
જૈનશિલ્પ સમાચાર, પત્રકાર - હરીપ્રસાદ રાવલ
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ પ્રસંગે ઉજવણી કરવામાં આવી હતી. 
 દરમિયાન કોરોનાના  નિયમોને ધ્યાને રાખીને આ ભવ્ય આયોજન કરાયુ હતુ. મહિસાગર જિલ્લાના જુદા જુદા વિસ્તારના ભાવિક ભક્તો તથા વડોદરા, સુરત, વાપીના  ભાવિક ભક્તોએ પણ હનુમાન જયંતિના યજ્ઞ - પૂજા માં બેસી આરતી, પૂજા, દર્શનનો લાભ લીધો હતો. દરમિયાન (નવ) દંપતિ જોડાઓએ પૂજામાં જોડાયા હતા. લુણાવાડાના દિલીપભાઈ શુક્લ દવેએ મંત્રોચ્ચારથી  પૂજા અર્ચના કરી હતી. હિતેશ મહારાજ દ્વારા સુંદર કાન્ડ નો પાઠ કરી હનુમાન ચાલીસા તથા આરતી પૂજા,દર્શન નો  લાભ લીધો હતો. કાર્યક્રમમાં શ્રી મલેકપુર હનુમાનજી મંદિર ના ટ્રસ્ટી અને પુજારીઓ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.