કોઈને અડવું નહીં એ શીખ્યા પણ કોઈને નડવું નહીં એ ના શીખીએ તો જીવન વ્યર્થ બની જાય – ધીરગુરુદેવ
dhirgurudev koine nado nahi to jivan safal

શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવ તથા મહાસતીજીની નિશ્રામાં જૈન ધર્મ સંકુલ નિર્માણ દાતા સન્માન પ્રસંગે ગુરુદેવે કહેલ કે – જીવનમાં કોઈને અડવું નહીં એ શીખ્યા પણ કોઈને નડવું નહીં એ ના શીખીએ તો જીવન વ્યર્થ બની જાય. એક બીજા ના સપોર્ટર બનવું પણ રિપોર્ટર નહીં.
સમારોહ પ્રમુખ ઉર્વિશ વોરાના નેતૃત્વમાં દાતાઓનું સંઘ કમિટિ, યુવા કમિટિના હસ્તે મોમેન્ટોથી સન્માન કરાયું હતું. જીવદયા કળશનો લાભ પારૂલબેન ઉર્વિશભાઈ વોરા, શ્વેતાબેન સમીરભાઈ શાહ અને ૧૪ સ્વપ્નનો દાતાઓએ લાભ લીધો હતો.
રાજુભાઈ કેસ્ટ્રોલે શુભેચ્છા પ્રવચન કરેલ તેમજ પ્રથમ રત્નાકર પચ્ચીસી ભાવયાત્રા શિબિરનો લાભ લીધો હતો.
આજે તા. ૨૨ ને રવિવારે સવારે ૮:૩૦ કલાકે સેલેડીયા લકઝૂરીયા, સ્ટેન્ઝા લેનથી શોભાયાત્રા અને ૯:૧૫ કલાકે મહારાજા અગ્રસેન હોલમાં દાનવીર શ્રી વિનુભાઈ કપાસીના પ્રમુખસ્થાને ચાતુર્માસ પ્રવેશોત્સવ સમારોહ યોજાશે.
આ પ્રસંગે કલકત્તા, ઇન્દોર, ચેન્નાઈ, દિલ્હી, એમ્બીવેલી સિટી, જલગાંવ, આકોલા, સુરત, મુંબઈ, પૂના, વાપી, જામનગર, રાજકોટ, અમરેલી, જશાપર, નડિયાદ, આણંદ વગેરે સંઘના ભાવિકો હાજરી આપશે. સૂત્ર સંચાલન નરેન્દ્ર વાણીગોતા કરશે.
ગુરુદેવે ખાસ કરીને નાનામાં નાના કર્મચારીઓનું વિશિષ્ટ સન્માન કરાવી ઉત્સાહ વધાર્યો હતો. જેની સર્વત્ર પ્રશંસા થવા પામી હતી. બહારગામના મહેમાનોએ જૈન ધર્મ સંકુલની મુલાકાત લઈ પ્રસન્નતા અનુભવી હતી.