ઈડીએ (આપ) પાર્ટીને બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાનો આરોપ મુકી, નોટિસ મોકલી

ઈડીએ (આપ) પાર્ટીને બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાનો આરોપ મુકી, નોટિસ મોકલી

નવી દિલ્હી - ફેબ્રુઆરી, 2014માં આમ આદમી પાર્ટીએ 4 બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લીધું હોવાનો આરોપનો મામલો છે. કહેવાય છે કે આરઓસીએ 4 બનાવટી કંપનીઓએ (આપ) પાર્ટીએ 2 કરોડ લીધા હોવાની ફરિયાદ પોલીસને કરી હતી. કહેવાય છે કે આ રૂપિયા દહેરાદૂનની એક કંપનીએ શેલ કંપનીઓ દ્વારા આપ્યા હતા. ઈડીની નોટિસ મળવા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ ટ્વીટ કરીને કહ્યું છે કે મોદી સરકારની ફેવરેટ એજન્સી ઈડી તરફથી આમ આદમી પાર્ટીને લવ લેટર મળ્યો છે. હું આમ આદમી પાર્ટી મુખ્યાલય પર  પ્રેસ કૉન્ફ્રેરન્સ કરીને (આપ) પાર્ટીના વિરૂદ્ધ ભાજપના બદલાની કાર્યવાહીને ખુલ્લી પાડીશ. ઈડીએ વર્ષ 2017માં આ 4 નકલી કંપનીઓ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધ્યો હતો. આ 4 નકલી કંપનીઓ તરફથી 2014થી 50-50 લાખ રૂપિયાના 4 ચેક આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. કહેવાય છે કે દિલ્હી પોલીસે 21 ઓગસ્ટ 2020ને આમ આદમી પાર્ટીને નકલી કંપનીઓ દ્વારા 2 કરોડ રૂપિયા ફંડના નામ પર ટ્રાન્સફર કરવાના આરોપમાં મુકેશ કુમાર અને સુધાંશુ બંસલની ધરપકડ કરી હતી.