સાચી પ્રાર્થના - સંત રાજીન્દર સિંહજી મહારાજ

Sant Rajinder shinghji

સાચી પ્રાર્થના - સંત રાજીન્દર સિંહજી મહારાજ

પ્રાર્થના પરમાત્મા થી વાત કરવાની સૌથી પ્રભાવશાળી રીત છે. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. કોઈ સવારે ઊઠીને પ્રાર્થના કરે છે, કોઈ રાત્રે સુતા પહેલા પ્રાર્થના કરે છે. જ્યારે પણ આપણી પ્રાર્થના કરીએ છીએ તો તેમાં આપણે કંઈ ને કંઈ દુનિયાની વસ્તુ પ્રવૃત્તિ માંગતા હોઈએ છીએ.
મોટાભાગે તો આપણે આ પ્રમાણે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હે પ્રભુ! મને આ શારીરિક તકલીફ થઈ છે તે દૂર થઈ જાય. હે પ્રભુ! મારી માતાજીને તકલીફ થઈ છે તેમની તકલીફ દૂર થઈ જાય. હે પ્રભુ! મારો ધંધો ઓછો થઈ રહ્યો છે તે વધી જાય. આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપણને નવું ઘર કે નવી કાર મળે અને દુનિયાની વસ્તુઓ મળવાની સાથે સાથે આપણું શરીર પણ તંદુરસ્ત રહે.
આપણે પ્રાર્થના એ વસ્તુની કરીએ છીએ જે આપણે વિચારીએ છીએ કે આપણી જિંદગીમાં બહુ જ જરૂરી છે. આપણને લાગે છે કે આપણે જે માંગી રહ્યા છીએ તે આપણને આખી જિંદગી મદદ કરશે પરંતુ થઈ શકે છે કે તે આપણા જીવનભર માટે યોગ્ય ન હોય.
પ્રાર્થના કરવાની સૌથી સારી રીત એ છે કે પ્રભુ જે ઈચ્છે તે જ આપણા જીવનમાં થાય. પ્રભુ તો આપણી સાથે શું થયું છે તે જાણે છે શું થઈ રહ્યું છે તે જાણે છે અને શું થશે તે પણ જાણે છે. પ્રભુ જાણે છે કે આપણા માટે શું સારું છે. આપને નથી જાણતા કે આપણા માટે શું સારું છે. આપણે આપણી સીમિત બુદ્ધિ અને આપણી પ્રમાણે જે આપણા માટે સારું હોય તે માગીએ છીએ પરંતુ જો આપણે બધું પ્રભુ પર છોડી દઈએ કે આપણને તે આપે જે આપણા માટે સારું હોય તો એ આપણી સાચી પ્રાર્થના હશે. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com