ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરો ભ્રામક જાહેરાતો કરીને યુવાનો ને આત્મહત્યા કરવા પ્રેરે છે: હરીશભાઈ ગુર્જર
vyasanmukt desh
જૈનશિલ્પ સમાચાર, સુરત
શ્રીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, પથિક સેનાનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરીશભાઈ ગુર્જરે તેમનો જન્મ દિવસ મહાનગરપાલિકાનાં ૩૦૦થી વધુ સફાઈ કામદાર ભાઈ- બહેનો અને વિદ્યાર્થીઓને બુટ-ચંપલ અને શૈક્ષણિક કીટ આપીને મનાવ્યો હતો. એટલું જ નહીં હરીશભાઈ ગુર્જરે ફિલ્મ સ્ટારોની ઝાટકણી કરતા જણાવ્યું કે ફિલ્મ સ્ટારો દ્વારા તમ્બાકુ, ગુટખાની જાહેરાતો કરવામાં આવે છે તે યુવાઓને ગેરમાર્ગે દોરનારું છે અને ક્રિકેટરો દ્વારા ઓનલાઈન જુગાર રમવાની જાહેરાતનાં લીધે યુવાનો વ્યસન તેમજ જુગારના માર્ગ તરફ જઈ રહ્યા છે. કેટલાક યુવાનોએ આત્મહત્યા પણ કરી લીધી હોય તેવી ઘટના પણ બની છે. સરકારે ટીવી ચેનલ પર પ્રસારિત થતી આવી ભ્રામક જાહેરાતો બંધ કરવી જોઈએ જેથી યુવા પેઢી આવી ભ્રામક જાહેરાતો બંધ થવાથી વ્યસન મુક્ત થશે અને દેશ પ્રગતિ તરફ આગળ વધશે.