રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટની રિદ્ધિ ફેશનમાં આગ લાગતા નાસભાગ

jayanti solanki

જૈનશિલ્પ સમાચાર (સુરત) રિંગ રોડ ઉપર આવેલી સુરત ટેક્સ્ટાઇલ માર્કેટના બીજા માળે રિદ્ધિ ફેશન નામની દુકાનમાં શોર્ટ સર્કિટથી માળીયામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ ફાયર કન્ટ્રોલમાં કરાતા માનદરવાજા, મજુરા, ઘાંચીશેરી અને નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાય૨ કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ઓફિસર અનુસાર આગમાં દુકાનમાં મુકેલ સાડીઓનો જથ્થો તેમજ તૈયાર લહેંગાનો જથ્થા સહિત મોટા પ્રમાણમાં માલ બળી ગયો હતો.