મહિધરપુરા પોલીસે 28 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

jayanti m. solanki

જૈનશિલ્પ સમાચાર (સુરત)
મહિધરપુરા પોલીસને મળેલી બાતમી પ્રમાણે ટોરન્ટ પાવર નજીકના વિડિયો થિયેટરના ગોડાઉનમાં રેડ કરતા 28 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો. 550 પેટી અલગ-અલગ 30 બ્રાન્ડની હતી. જે ગોવાથી લાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ દારૂ ગોવાથી લાવવામાં આવ્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.