મહંત સ્વામીના આરોગ્ય માટે આખો શ્રાવણ મહિનો રૂદ્રાભિષેક કરતો બાળક સિદ્ધાર્થ
siddharth with swami
જોધપુર ઃ જોધપુર ખાતેના સુરસાગરના રહીશ બાળ કલાકાર સિદ્ધાર્થસિંહ સોલંકીએ આખો શ્રાવણ મહિનો રૂદ્રાભિષેક કરી સ્વામીનારાયણ સંસ્થા અક્ષરધામના સર્વેસર્વા મહંત સ્વામી મહારાજના આરોગ્ય માટે પૂજા-અર્ચના કરી. છેલ્લા ઘણા સમયથી મહંત સ્વામીનું સ્વાસ્થ્ય કથળેલું હતું. તેમના માટે અનેક ભક્તજનો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે જોધપુર ખાતેના સુરસાગર ખાતે રહેતા એક નાના બાળક સિદ્ધાર્થે સિદ્ધનાથ મહાદેવ દાદા દરબાર ખાતે આવેલા શિવલિંગ પર દરરોજ બે કલાક સ્વચલિત ઈલેક્ટ્રિક ઓડિયો સિસ્ટમ દ્વારા વૈદિક મંત્રોની સાથે રૂદ્રાભિષેક કર્યા હતા. શ્રાવણના અંતિમ સોમવારે રક્ષાબંધન પણ સાથે આવે છે તે અવસરે ભગવાન આષુતોષની પાસેથી દુઆ માંગી હતી.