નારણપુરામાં  ૧૦૦ ફૂટનો રોડ કરવા મામલે લોકોમાં આક્રોશ!

0540-540

નારણપુરામાં  ૧૦૦ ફૂટનો રોડ કરવા મામલે લોકોમાં આક્રોશ!
નારણપુરામાં  ૧૦૦ ફૂટનો રોડ કરવા મામલે લોકોમાં આક્રોશ!

કોર્પોરેટર અને પૂર્વ મેયર રોડ પહોળો કરવાના નામે ૭૦થી વધુ વૃક્ષનો છેદ ઉડાડશે?

અમદાવાદના નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના અંતરમાં 80 ફૂટનો રોડ આવેલો છે. આ રોડને પહોળો કરી 100 ફૂટનો કરવા મામલે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં પૂર્વ મેયર ગૌતમ શાહ બિલ્ડરોને લાભ કરાવવા માંગે છે તેવા આક્ષેપો રહીશો કરી રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધી દોઢ કિલોમીટરના 80 ફૂટના રોડને પહોળો કરી 100 ફૂટ કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અહીં ટ્રાફિક જામ થતો નથી તેમજ કોઈ જ અગવડ પડતી નથી. આમ છતાંય કથિત જાણકારી મુજબ પૂર્વ મેયર ગૌતમ શાહ અને વર્તમાન કોર્પોરેટરો  કપાત અને રોડ પહોળો કરવાના ઓઠા હેઠળ બિલ્ડરો સાથેના મેળાપિપણામાં બિલ્ડરોને એફ.એસ.આઈ. વધુ મળે એમાં રસ ધરાવતા હોવાથી આ તમામ રાજકારણીઓને રોડ પહોળો કરવામાં રસ હોઈ હાલના ૮૦ ફૂટના રોડમાં કપાત કરવામાં આવે તો ૮૦થી ૯૦ દુકાનને અસર થાય એમ છે. રહીશોનું કહેવું છે કે એક બાજુ પ્રધાનમંત્રી વૃક્ષો વાવવા સુચન કરે છે. જયારે અમારા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર રોડ પહોળો કરવાના નામે ૭૦થી વધુ વૃક્ષનું છેદન કરવા માંગે છે. આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા પણ સ્થાનિકોએ તૈયારી કરી હોવાનું જાણવા મળે છે.