SGCCI અને SGITBA ના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ એન્ડ ઈનડાયરેક્ટ ટેક્ષ વિષય પર સેમિનાર યોજાયો

SGCCI AND SGITBA

SGCCI અને SGITBA ના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ એન્ડ ઈનડાયરેક્ટ ટેક્ષ વિષય પર સેમિનાર યોજાયો

જૈનશિલ્પ સમાચાર, સુરત

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ધ સધર્ન ગુજરાત ઈનકમ ટેક્ષ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ એન્ડ ઈનડાયરેક્ટ ટેક્ષ વિષય પર તા. ૦૫ મે ૨૦૨૫ ના રોજથી સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે સ્ટડી સર્કલ સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે એડવોકેટ સી.એ. વિરેશ રૂદલાલ અને એડવોકેટ સી.એ. પ્રજ્ઞેશ જગ્ગાશેઠે ડાયરેક્ટ ટેક્ષના મહત્વના પાસાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. 

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજના ઝડપથી બદલાતા આર્થિક યુગમાં દરેક વ્યાવસાયિક અને સામાન્ય વ્યક્તિ માટે ટેકસેશનની સમજણ કેળવવી મહત્વપૂર્ણ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સહયોગી એસોસીએશનો અને સંસ્થાઓ સાથે મળીને ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસીસ પર કેન્દ્રિય તથા રાજ્ય કક્ષાએ ઘણીવાર રજૂઆતો કરવામાં આવે છે ત્યારે આ વિષય પરની સિરીઝમાં ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસીસના નિયમો અને તેનામાં જરૂરી સુધારાઓની ચર્ચા કરવામાં આવશે.

એડવોકેટ સીએ વિરેશ રૂદલાલે જણાવ્યું હતું કે, ‘ફેસલેસ એસેસમેન્ટમાં સારૂ રિઝલ્ટ મળે છે પણ તે રજૂ કરાયેલા રિપોર્ટ પર આધારિત હોય છે. એસેસમેન્ટમાં ઈશ્યુ અને રિ-ઈશ્યુમાં પણ લોકોને સમસ્યા આવે છે. ફેસલેસ એસેસમેન્ટમાં અપીલ આવ્યા બાદ તાત્કાલિક ફાઈલિંગનું કામ કરવું જોઈએ. CIT અપીલમાં પણ Stay of Appeal નો ઉલ્લેખ કરવો જોઈએ. એસેસમેન્ટ દરમિયાન ઉપરી અધિકારીને શાંતિથી તમામ બાબતો સમજાવો અને પુરાવાઓમાં રહેલી ભૂલોનો સ્વીકાર કરી કેસનો નિકાલ વહેલી તકે લાવી શકાય.’ તેમણે વધુમાં મુંબઈ હાઈકોર્ટના દિશા એપેક્ષ કેસ વિશે વિસ્તૃત સમજ આપી હતી.

એડવોકેટ સી.એ. પ્રજ્ઞેશ જગ્ગાશેઠે જણાવ્યું હતું કે, ‘સેકશન ૬૯ ના એસેસમેન્ટ ૨૦૨૩-૨૪ મુજબ સોર્સીસ ઓફ સોર્સ પણ ચેક કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ પહેલાના વર્ષોમાં સોર્સીસ ઓફ સોર્સ વિશે માહિતી આપવાની રહેતી નથી. જે પ્રોડક્ટનું પર્ચેસ હોય એનું જ વેચાણ હોય તો કોઈ ઈશ્યુ નથી આવતો. સેક્શન ૬૮, સેક્શન, ૬૯ અનએક્સપ્લેન્ડ ઈન્વેસ્ટમેન્ટ, ૬૯એ અનએક્સપ્લેન્ડ મની, ૬૯ બી અને ૬૯ સી વિશે તેમણે વિસ્તૃત સમજ આપી હતી.’ 

તેમણે વધુમાં એનાલિસીસ ઓફ એપેક્ષ કોર્ટ જજમેન્ટ ઈન રાજીવ બંસલ કેસ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

SGITBAના પ્રમુખ શ્રી કુલિન પાઠકે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સની ઈનકમ ટેક્ષ કમિટીના કો-ચેરમેન શ્રી દિપેશ શાકવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કમિટીના કો-ચેરમેન શ્રી પ્રકાશ ભંભાણીએ વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના જવાબ વક્તાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. SGITBAના પૂર્વ પ્રમુખ શ્રી અનિલ શાહે વક્તાનો પરિચય આપ્યો હતો અને ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. 

ચેમ્બર ઓફ કોમર્સ અને ધ સધર્ન ગુજરાત ઈનકમ ટેક્ષ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્ટડી સર્કલ સીરિઝ ઓન ડાયરેક્ટ એન્ડ ઈનડાયરેક્ટ ટેક્ષ પર ૯ દિવસ વિવિધ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપશે, જેમાં મંગળવારે, તા. ૦૬ મે ૨૦૨૫ ના રોજ એડવોકેટ હેમંત દેસાઈ અને સીએ મંથન ચાવટ દ્વારા ઈનડાયરેક્ટ ટેક્ષ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.