સુરતમાં આવેલી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલના  18 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ અને 19 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવી રેકોર્ડ બ્રેક 100% પરિણામ મેળવ્યું

DIVINE ENGLISH SCHOOL

સુરતમાં આવેલી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલના  18 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ અને 19 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવી રેકોર્ડ બ્રેક 100% પરિણામ મેળવ્યું

જૈનશિલ્પ સમાચાર, સુરત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.08% રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને 86.20% પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે. ત્યારે સુરતની  યોગીચોક વિસ્તારમાં આવેલી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલના 81 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ અને 19 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવીને રેકોર્ડ બ્રેક 100% પરિણામ મેળવ્યું હતું, તેમજ 9 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. અને આ પરિણામે પ્રિન્સિપલ સહિત વિધાર્થીઓએ ફટાકડા ફોડી સેલિબ્રેશન કર્યું હતું, સ્કૂલના આચાર્યે જણાવ્યું હતું કે આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકો અને  સતત માર્ગદર્શન અને વાલીઓના સાથ સહકારનું પરિણામ છે, અને તમામ વિદ્યાર્થીઓને રેકોર્ડ બ્રેક પરિણામ બદલ તેમજ દીવાઈન ઈંગ્લીશ સ્કુલ અને પોતાના પરિવારનું નામ રોશન કરવા હું તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું.