મશહૂર ઇન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેકવિધ પેઇન્ટિંગ્સની પ્રદર્શની યોજાશે
jainshilp samachar
surat : દુબઈ ખાતે નિવાસ કરતા મશહૂર ઇન્ડિયન આર્ટિસ્ટ અકબર સાહેબ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેકવિધ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે જે કલાકૃતિના ઉત્તમ નમૂના છે. આવા પેઇન્ટિંગ્સનું અનેક સ્થાનો ઉપર પ્રદર્શન યોજવામાં આવે છે અને લાખો લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક તે નીહાળે છે.
સુરતમાં પણ આ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 6ઠ્ઠી ઓક્ટોબર, 2022ને ગુરૂવારના રોજથી સતત ૬ દિવસ સુધી આ પેઇન્ટિંગનું સુરતમાં સીટી લાઈટ રોડ, સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે પ્રારંભના દિવસે એટલે કે તારીખ 6ઠ્ઠી ઓક્ટોબર, 2022ના દિવસે સવારે ૧૦.૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે આ એક્ઝિબિશનનુ ઉદઘાટન અને શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવનાર છે. સુરત શહેરના સહું કલા રસિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો તથા અગ્રણી નાગરિકો અને સૌ કલા મગ્ન નાગરિકોને આ એક્ઝિબિશન નિહાળવા માટે હૃદય પૂર્વક આમંત્રણ છે. એક્ઝિબિશનના કલાકાર એટલે કે આ કલાકૃતિઓના સર્જક અકબર સાહેબ વિશ્વના ૧૮ દેશોમાં અલગ અલગ વિષયો પર પેઇન્ટિંગ્સ બનાવી એનું એક્ઝિબિશન કરવા માટે પંકાયેલા છે અને વિશ્વના કલા જગતમાં એમનું નામ આદરપૂર્વક લેવાય છે ત્યારે સુરતના આંગણે આ એક્ઝિબિશન થઈ રહ્યું હોય ત્યારે સુરતી કલા રસિકો માટે એક મોટો લહાવો છે. ફરી એકવાર એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર આપ સૌ નગરજનોને નિમંત્રણ પાઠવે છે.