રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાજ્ય કારોબારીની મિટિંગ ડો. હેડગોવર ભવન કર્ણાવતી અમદાવાદ ખાતે યોજાઈ
rashtriya shaikshnik meeting
હરીપ્રસાદ રાવલ દ્વારા
જૈનશિલ્પ સમાચાર, અમદાવાદ
ડો. હેડ ગોવર ભવન કર્ણાવતી અમદાવાદ ખાતે તારીખ 3 જુલાઈ, 2022ના રોજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાજ્ય કારોબારી મિટિંગ યોજાઈ હતી. જેમાં તમામ (8) સંવર્ગના નવિન હોદ્દેદારોની બંધારણ મુજબ જાહેરાત થઇ હતી અને આગામી સમયમાં યોજાનાર સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ અને સદસ્યતા અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી.
ભોજન વિરામ બાદ દરેક સંવર્ગના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગેની રજૂઆત અને આગામી રણનીતિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની નવીન કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ ઉજ્વલભાઈ પટેલ તથા મહામંત્રી જગદીશભાઈ બારીયા તથા ઉપાધ્યક્ષ ધવલસિંહ સિધા તથા રોનકભાઈ પટેલ તથા રણછોડભાઈ ગમારા તથા જયેન્દ્રસિંહ મહીડા તથા અમીબેન પટેલ તથા વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીતુભાઈ પરમાર તથા કોષાધ્યક્ષ મયંકભાઈ પટેલ તથા મંત્રી સુનિલભાઈ પ્રજાપતિ તથા આશુતિભાઈ પંડ્યા તથા મિનાબેન પંડ્યા તથા સંગઠ્ઠન મંત્રી મિલનભાઈ પટેલ તથા સહ સંગઠ્ઠન મંત્રી યુવરાજસિંહ રાઉલજી તથા મિડીયા સેલ કન્વીનર ધીરુભાઈ પરમાર, મુસ્તાકભાઈ મન્સુરી તથા સલાહકાર કાયદાકિય અનુભવી અને નિવૃત્ત પ્રિન્સિપાલ ચંદ્રકાતભાઈ બી. નાયક વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સદર મિટીંગમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના પ્રશ્નોની ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું હતું. સળંગ નોકરી, ફાજલનું રક્ષણ, 4200 ગ્રેડ પે, એલટીસીનો લાભ, ઉચ્ચક મૃત્યુ સહાય, મેડીકલ રીએમ્બરસ સહિત અન્ય પડતર પ્રશ્નો તેમજ ગ્રાન્ટેડ શાળાઓ ને જિલ્લા શિક્ષણ સમિતિઓનો શાળાઓમાં સમાવેશ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. સદર મિટીંગમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મોહનજી કપુરજી તથા ગુજરાત પ્રાંત પ્રભારી મોહનજી પુરોહિત તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈના માર્ગદર્શન હેઠળ સર્વે શિક્ષકોને સદસ્યતા અભિયાનમાં જોડાઇ સંગઠ્ઠનને વધુ મજબૂત બનાવવા માટે આહવાન કર્યું હતું.