મલેકપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

malekpur

(હરિપ્રસાદ એન. રાવલ)
જૈનશિલ્પ સમાચાર, સુરત

મહિસાગર ખાતે આવેલા લુણાવાડા તાલુકાના મલેકપુરમાં 30મીને શનિવારના રોજ મલેકપુર એમ.જી.વી.એમ. હાઇસ્કૂલ મલેકપુર તથા પગાર કેન્દ્રવર્તી શાળા મલેકપુરના સંયુક્ત ઉપક્રમે પટાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. 
આ અવસરે લુણાવાડા મત વિસ્તારના લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, મામલતદાર ઇશ્વરભાઈ એચ.પટેલ, પ્રાંત અધિકારીબી.ડી. મોડીયા, ટી.ડી.ઓ. સી. ડી. ભગોરા તથા આસિસ્ટન્ટ ટી.ડી.ઓ મોના પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ, જયંતિકા પટેલ, તાલુકા પંચાયત સભ્ય મધુબેન ધામોત,  મહીસાગર જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ જોષી, મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગીતા વી. બારીયા, તલાટી નિકેતા પ્રજાપતિ, જુનિયર ઇજનેર કે. ડી. પટેલ, સોલંકી ધરેન્દ્ર સિંહ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોવાનું મલેકપુરના પત્રકાર હરિપ્રસાદ એન. રાવલે જણાવ્યું હતું. 
વધુમાં રાવલે જણાવ્યું કે એટીવીટી ઓપરેટર લુણાવાડા રાણા જીજ્ઞેશભાઇ, મેડીકલ ઓફિસર ડૉક્ટર ચૌધરી, ધર્મેશભાઈ એન. ખાંટ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના આચાર્યો, બંન્ને શાળાના સ્ટાફ મિત્રો, ગ્રામજનો સહિત મલેકપુર વિસ્તારના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાવિષ્ટ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઘરઆંગણે લાભ અને આનંદ ઉઠાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન પગાર કેન્દ્ર મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ પટેલે કર્યું હતું. આભારવિધી વિકાસભાઈ પંડ્યાએ કરી હતી.