ગાંધીધામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ મહાકાલ સિઝન- 2 બ્રહ્મ સમાજ તથા યુવા સેના દ્વારા યોજાયો

Bhrahm samaj Yuva Sena

જૈનશિલ્પ સમાચાર
રિપોર્ટર :  હરિપ્રસાદ રાવલ
તાજેતરમાં તારીખ 12 -3 -2023 ના રોજ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ તથા તેની પાંખ જય પરશુરામ યુવા સેના દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ મહાકાલ સિઝન- 2 નું રંગારંગ કાર્યક્રમો , હર્ષોલ્લાસ  સાથે પ્રારંભ કરવામાં આવ્યો.  સમગ્ર ટુર્નામેન્ટ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ તથા પરશુરામ યુવા સેના દ્વારા  આયોજિત કરવામાં આવ્યો જય  પરશુરામ સેવા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઈ દવે તથા પરશુરામ યુવા સેનાના પ્રમુખશ્રી અમિતભાઈ ભટ્ટ તથા તેમની સમગ્ર ટીમે આ ટુર્નામેન્ટનું આયોજન સફળતાપૂર્વક કર્યું .આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત મહેમાનોમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી ,માલતીબેન મહેશ્વરી, શ્રી પંકજભાઈ ઠક્કર ,ડી.વાય.એસ.પી સાહેબ, શ્રી એ. બી .રાજગોર સાહેબ, ગાંધીધામ પી.આઈ .શ્રી એમ. એન .દવે સાહેબ ,મહંત શ્રી ધનેશ્વર મહારાજ( રાયમલ ધામ અંજાર )મહંતશ્રી અવિનાશભાઈ જોશી( જય અંબે ધામ ભચાઉ )કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ પ્રફુલ્લ ભાઈ જોષી  ગાંધીધામ તાલુકા સમસ્ત  બ્રહ્મસમાજ પ્રમુખ આશિષભાઈ જોશી, મીનાક્ષીબેન ભટ્ટ ,કૈલાશબેન ભટ્ટ( નગરપાલિકા ગાંધીધામ સેનિટેશન ચેરમેન )શ્રી કમલભાઈ શર્મા, ભચાઉ શહેર પ્રમુખ ભાજપ, શ્રી ઉમિયા શંકર જોશી દિનેશભાઈ રાવલ (અંજાર )દયારામ ભાઈ સુબડ (સામખયારી) જેવા નામી અગ્રણીઓ આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા .સર્વ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનોને સાલ અને મોમેન્ટો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જીએ ક્રિકેટ રમી અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું તથા ડી.વાય.એસ.પી શ્રી રાજગોર સાહેબે બધી જ ટીમોને પ્રોત્સાહન આપ્યું હતું અને યુવાનોએ રમત ગમતમાં ભાગ લઈને આવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ તથા આ સુંદર આયોજન કરવા બદલ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ તથા જય પરશુરામ યુવા સેનાને અભિનંદન પાઠ્યા હતા .મહંત શ્રી ધનેશ્વર મહારાજે પોતાના આશીર્વાદ આપી સમાજમાં આવા કાર્યક્રમો કરવાથી આનંદ ઉત્સાહ અને પ્રેમની ભાવના વધશે તેથી આવા કાર્યક્રમો અવારનવાર કરવા જોઈએ તેવું સૂચવ્યું હતું .આ રીતે તારીખ 12 -3 -2023 થી 19- 3 2023 સુધીઆઠ દિવસ સુધી ચાલનાર ટુર્નામેન્ટ નુઉદ્ધાટન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 19 -3 -2023 ની રાત્રે રમાશે , આવા સુંદર આયોજન વચ્ચે મહાકાલ કપ સીઝન- 2 નું પ્રથમ બે ટીમ વચ્ચે મેચની શરૂઆત કરી ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી ,સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન સંગઠન મંત્રી શ્રી દિપકભાઈ મઢવી દ્વારા કરવામાં આવ્યું હતું ,તથા આભાર વિધિ જય પરશુરામ યુવા સેનાના પ્રમુખશ્રી અમિતભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.