મલેકપુર ખાતે નવરાત્રિ મહોત્સવની શાનદાર ઉજવણી

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર
હરીપ્રસાદ રાવલ દ્વારા, મલેકપુર
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે નવરાત્રિ મહોત્સવનું આયોજન યુવક મંડળના સભ્યો દ્વારા કરાયું હતું. ગરબાની શરૂઆત ધામધૂમથી કરાઇ હતી. આ દરમિયાન ખેમરાજ  લુહાર તથા મમતા રાવલની ટીમે આનંદ અને ઉલ્લાસથી ગરબારસિકોને ભક્તિ ભાવથી ગરબાનું રસ પાન કરાવ્યું હતું. આમ નવરાત્રિની શરૂઆતથી નવ દિવસ માઁના સુંદર ગરબા ગવાયા હતા. દરમિયાન મલેકપુર ચોકડી ઉપર હનુમાન ચોક ઉપર જે. પી. પટેલ તથા રમેશભાઈ પંડ્યા તથા દેવેન્દ્ર પટેલ તથા દિગ્વિજય સિંહ સિસોદિયા તથા હરિપ્રસાદ રાવલ તથા કમળાશંકર પંડ્યા તથા ગમીરભાઇ ધામોત તથા દિનેશ રાવલ તથા અમિત રાવલ તથા મુન્નાબાપુ વગેરે હાજર રહી બ્રાહ્મણ દ્વારા ચોખા કંકુ, શ્રીફળ ફુલથી ગદાનુ પૂજન કરી હનુમાન ગદા સ્થાપિત કરી હતી. ત્યાર બાદ મલેકપુર હાઇસ્કુલના પટ્ટાંગણમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં મલેકપુરના વતની અને અન્ય બહાર ગામના તથા મલેકપુર વિસ્તારના પ્રજાજનો હાજર રહી રાવણ દહન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. 
સદર કાર્યક્રમમાં દિપ પંડ્યા તથા ક્રિસ રાવલ તથા જીતુ પુવાર તથા ચીકાબાપુ તથા ગુરુરાવલ તથા અન્ય સભ્યો સહિત કલાકારની ટીમના વાજિંત્ર કલાકારો સહિત રામ લક્ષ્મણ તથા હનુમાનજીનું પાત્ર ધારણ કરતા સૌ  મિત્રોએ પોતાનું સુંદર પાત્રનું દર્શન કરાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.